સુરતમાં નિયમોની ઐસી કી તૈસી, જાહેરમાં તલવાર વડે કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરતો વિડીયો વાયરલ

સુરત(Surat): શહેરમાં અવાર નવાર જન્મદિવસની ઉજવણી(Birthday celebration)ના વિડીયો સોશિયલ મીડિયા(Social media)ના માધ્યમથી વાયરલ થતા રહેતા હોય છે. જેમાં ઉજવણી દરમિયાન કોરોનાની ગાઈડલાઈન્સના ખુલ્લેઆમ લીલેલીરા ઉડતા જોવા…

સુરત(Surat): શહેરમાં અવાર નવાર જન્મદિવસની ઉજવણી(Birthday celebration)ના વિડીયો સોશિયલ મીડિયા(Social media)ના માધ્યમથી વાયરલ થતા રહેતા હોય છે. જેમાં ઉજવણી દરમિયાન કોરોનાની ગાઈડલાઈન્સના ખુલ્લેઆમ લીલેલીરા ઉડતા જોવા મળે છે. ત્યારે આવો જ એક જન્મદિવસની ઉજવણીનો વિડીયો સામે આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

શહેરના સચિન જી.આઈ.ડી.સી પોલીસ સ્ટેશનના વિસ્તાર પાસે આવેલી બાલાજી સોસાયટી પાસે જાહેરમાં જ તલવારથી કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી રહ્યા હોય તેવો વિડીયો વાયરલ થયો છે. મળતી માહિતી અનુસાર સચિન જી.આઈ.ડી.સી પોલીસ સ્ટેશનથી માત્રને માત્ર 500 મીટરની દુરી પણ જાહેરમાં જ તલવાર વડે કેક કટિંગ કરીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ત્યારે તલવારથી કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરતા સુરત પોલીસ કમિશ્નરના આદેશના જાહેરમાં જ લીલેલીરા ઉડી રહ્યા રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે જોવાનું એ રહ્યું કે, આ વાયરલ વિડીયોને આધારે જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરતા લોકો સામે સચિન જી.આઈ.ડી.સી પોલીસ આવા લોકો ઉપર કારેવાહી કરશે ખરા?

આ વિડીયો વાયરલ થતાની સાથે જ પોલીસ પ્રશાસનની કામગીરી પર અનેક પ્રશ્નો ઊઠી રહ્યા છે. શું પોલીસ આ અસામાજિક તત્વો સામે કોઈ કડક કાર્યવાહી કરશે ખરી? કે પછી મુક પ્રેક્ષક બનીને આ પ્રકારની ઉજવણીને જોતી રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *