રાત્રિ કર્ફ્યૂ વચ્ચે સુરતમાં લુખ્ખા તત્વોએ નિયમોને નેવે મુકીને કરી બર્થ ડે ની ઉજવણી, પાર્ટીમાં બાર ડાન્સરે લગાવ્યા ઠુમકા- જુઓ વિડીયો

ગુજરાત(Gujarat): સુરત (Surat) માં રાત્રિ કર્ફ્યૂ (Night curfew) તથા પોલીસ કમિશનર (Commissioner of Police) ના જાહેરનામાના ધજાગરા ઉડાવતી ઘટના સામે આવી રહી છે. ભાગાતળાવમાં બર્થ…

ગુજરાત(Gujarat): સુરત (Surat) માં રાત્રિ કર્ફ્યૂ (Night curfew) તથા પોલીસ કમિશનર (Commissioner of Police) ના જાહેરનામાના ધજાગરા ઉડાવતી ઘટના સામે આવી રહી છે. ભાગાતળાવમાં બર્થ ડે પાર્ટીમાં બાર ડાન્સર બોલાવીને લુખ્ખા તત્ત્વોએ ઠૂમકા મારવા સાથે ચલણી નોટોનો વરસાદ કર્યો હતો. અઠવા પોલીસ મથકથી થોડે જ અંતરે જન્મદિન ઉજવણીમાં નામે થયેલા આ તાયફામાં કોવિડ ગાઇડલાઇન્સના ધજાગરા ઊડ્યા હતા.

પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ:
કોરોનાને લીધે રાત્રિ દરમિયાન કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે. નવરાત્રિ મહોત્સવમાં પણ રાત્રિના 12 વાગ્યા પછી ગરબા રમવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે, આની સાથે જ જાહેરમાં જન્મદિન ઊજવવાની મનાઈ ફરમાવવામાં આવી છે.

જો કે, પોલીસના આ જાહેરનામાનો અમુક અસામાજિક તત્ત્વો જ સરેઆમ ભંગ કરી રહ્યા છે. બર્થ ડે સેલિબ્રેશનની ઉજવણી કરીને જાહેરનામાના લીરેલીરા ઉડાડ્યા છે. સોશિયલ મીડિયામાં બર્થ ડે પાર્ટીમાં બાર ડાન્સર બોલાવીને નોટોનો વરસાદ કરવામાં આવ્યો હોવાનો વીડિયો વાઈરલ થયો છે.

આ વીડિયોમાં મૈં હું ડોન, તમંચે પે ડિસ્કો, એક દો તીન ચાર વગેરે જેવાં બોલિવૂડનાં જાણીતા ગીતો સ્થાનિક યુવકો બાર ડાન્સરની સાથે ઠૂમકા લગાવતા નજરે જોવા મળે છે. શરમ નેવે મૂકીને યુવકો બાર ડાન્સર પર ચલણી નોટો ઉડાવતા પણ વીડિયોમાં નજરે જોવા મળ્યા છે.

સ્ટેજ બાંધીને કાર્યક્રમ યોજાયો:
આ વીડિયો કથિત રીતે ભાગાતળાવમાં આવેલ સિંધીવાડ વિસ્તારનો છે તેમજ આજથી પાંચ દિવસ અગાઉ એક છોકરીના જન્મદિન નિમિત્તે અહીં સ્ટેજ બાંધીને સેલિબ્રેશનનો કાર્યક્રમ યોજાયો હતો. આ વીડિયોમાં ઠૂમકા મારતા સુકરી તથા મીંડી ગેંગના સભ્યો નજરે જોવા મળ્યા છે.

સાથોસાથ રુસ્તમપુરાનો નામચીન જાફર ગોલ્ડન પણ આ વીડિયોમાં જોવા મળી રહી છે. કોવિડ ગાઇડલાઇન્સના ધજાગરા ઉડાવીને બર્થ ડે સેલિબ્રેશનના નામે કરાયેલ આ તાયફાનો વીડિયોએ પોલીસના નાઇટ પેટ્રોલિંગની પણ પોલ ઉઘાડી પાડી દીધી છે.

કાયદેસરની કાર્યવાહી કરાશે: પોલીસ
વાઈરલ થઈ રહેલા ડાન્સબારના વીડિયો વિશે અઠવા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ PI એસ. બી. ભરવાડે કહ્યું હતું કે, વાઈરલ થયેલ આ વીડિયોમાં પોલીસના ધાંધિયા ધ્યાનમાં આવ્યાં છે. સમગ્ર મામલે તપાસ હાથ ધરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *