શું તમારે પણ શુદ્ધ અને સારું સોનું ખરીદવું છે, તો 1 જાન્યુઆરી પછી ખરીદો. થશે અનેક ફાયદા

Published on Trishul News at 5:29 PM, Tue, 19 November 2019

Last modified on November 19th, 2019 at 5:29 PM

લોકો સોનું કે ચાંદી ખરીદતી વખતે ખુબ ધ્યાન રાખતા હોય છે. અને પોતે 100 વાર વિચારતા હોય. વધુ માત્રામાં લોકો સોનું-ચાંદી ખરીદવા માટે ઉત્સાહિત હોય છે, પરંતુ આ સમયે તેઓ છેતરામણીનો પણ ભોગ બને છે. 1 જાન્યુઆરીથી સોનાની ખરીદીના નવા નિયમો લાગુ થશે. લાંબા સમયની રાહ જોયા બાદ કન્ઝ્યુમર અફેર્સ મંત્રાલયે સોના-ચાંદીના ઘરેણાંનાં અનિવાર્ય હોલ માર્કિંગને લીલીઝંડી આપી દીધી છે. આ હોલમાર્કિગ 1 જાન્યુઆરીથી લાગુ થશે. મંત્રાલય આ સપ્તાહે આ બાબતે નોંધ જાહેર કરી શકે છે.

આપણે જોઈએ તો તહેવારોના દિવસોમાં સૌથી વધુ છેતરામણી થાય છે. અને કોઈ પણ વ્યક્તિ આનો ભોગ બને છે. જો કે હવે કેન્દ્રની મોદ સરકારે એક એવી પહેલ કરી છે જે બાદ ખરા સોનીની ખરીદી સરળ બની જશે.

ખરેખર તો કેન્દ્રની કોમર્સ મિનિસ્ટ્રીએ સોનાના ઘરેણા માટે BIS હૉલમાર્કિંગને ફરજિયાત બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. તેનો અર્થ એ છે કે હવે સોનાના દરેક આભૂષણ પર BIS હૉલમાર્ક જરૂરી હશે. તેવામાં તમે જ્યારે પણ આભૂષણની ખરીદી કરો તો BIS હૉલમાર્ક નજરે આવશે.

તમને જણાવી દઇએ કે ગોલ્ડ હૉલમાર્ક શુદ્ધતાનું પ્રમાણ છે અને વર્તમાનમાં તે સ્વૈચ્છિક આધાર પર લાગુ કરવામાં આવ્યો છે. જો કે નવો નિયમ લાગુ થવામાં હજુ 2થી 3 મહિનાનો સમય લાગશે. તેને વિશ્વ વેપાર સંગઠનને સૂચિત કર્યા બાદથી જ લાગૂ કરવામાં આવી શકે છે.

તમને જણાવી દઇએ કે ગ્રાહકોના મામલાના મંત્રાલય અંતર્ગત ભારતીય માપદંડ બ્યૂરો (BIS) હોલમાર્ક માટે પ્રશાસનિક પ્રાધિકાર છે. તેને ત્રણ ગ્રેડ-14 કેરેટ, 18 કેરેટ અને 22 કેરેટ સોના માટે હૉલમાર્ક માટે માપદંડ નક્કી કર્યા છે.

હાલના સમયમાં દેશભરમાં લગભગ 800 હૉલમાર્કિંગ કેન્દ્ર છે અને ફક્ત 40 ટકા ઘરેણાઓની હૉલમાર્કિંગ કરવામાં આવે છે. સાથે જ ભારત સોનાનો સૌથી મોટો આયાત કરનાર દેશ છે જે દર વર્ષે આશરે 700-800 ટન સોનાની આયાત કરે છે. પરિણામે સરકારનો આ નિર્ણય લાગુ થયા બાદ સામાન્ય લોકોને ખરીદી દરમિયાન છેતરપિંડીથી બચાવી શકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

About the Author

Mayur Lakhani
Mayur Lakhani is Editor and Journalist at Trishul News.

Be the first to comment on "શું તમારે પણ શુદ્ધ અને સારું સોનું ખરીદવું છે, તો 1 જાન્યુઆરી પછી ખરીદો. થશે અનેક ફાયદા"

Leave a comment

Your email address will not be published.


*