ગૌમૂત્ર પીવાથી કોરોના વાઈરસ ઠીક થવાનો દાવો કરનાર BJP કાર્યકરની ધરપકડ

Published on Trishul News at 3:48 PM, Thu, 19 March 2020

Last modified on March 19th, 2020 at 3:48 PM

બુધવારે પોલીસે ગૌમૂત્ર પાર્ટીનું આયોજન કરનારા એક બીજેપી કાર્યકર્તાની ધરપકડ કરી છે. આ પાર્ટી કોરોના વાઈરસના સંક્રમણથી બચવા માટે આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ગૌમૂત્ર પીવાથી કોરોના વાઈરસથી સંક્રમિત લોકો ઠીક થઈ શકે છે. તેના સેવન બાદ એક નાગરિકે સ્વયંસેવર બીમાર થઈ ગયો જેની ફરિયાદ બાદ પોલીસે બીજેપી કાર્યકર્તાની ધરપકડ કરી છે.

પોલીસે જણાવ્યું કે, મંગળવારે મોડી રાત્રે ભાજપના કાર્યકર્તા વિરુદ્ધ પીડિત દ્વારા ફરિયાદ દાખલ કર્યા બાદ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે અધિકારીઓએ કહ્યું કે, ઉત્તરી કોલકતાના જોરાસાખો વિસ્તારના સ્થાનીય પાર્ટી કાર્યકર્તા 40 વર્ષીય નારાયણ ચેટર્જીએ સોમવારે એક ગૌશાળામાં ગૌ પૂજા કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને ગૌમૂત્રનું વિતરણ કર્યું હતું. તેમણે બીજાઓને ગૌમૂત્ર આપતી વખતે તેના “ચમત્કારિક” ગુણોનો ઉલ્લેખ કર્યો હતો. “

ગાય શેડની પાસે ડ્યૂટી પર એક ગયેલા એક નાગરિક સ્વયંસેવકે પણ ગૌમૂત્રનું સેવન કર્યું અને મંગળવારે બીમાર પડ્યો હતો. જે બાદ તેમણ ચેટર્જી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી. ધરપકડ થયા બાદ ચેટર્જીએ રાજ્ય સરકારની આલોચના કરી હતી.

બંગાળ ભાજપના મહાસચિવ સયંતન બાસુએ કહ્યું કે, ચેટર્જીએ ગૌમૂત્રનું વિતરણ કર્યું, પરંતુ તેમણે કોઈ કેપી મૂર્ખ બનાવ્યો નહીં, જ્યારે તેઓ ગૌમૂત્રનું વિતરણ કરી રહ્યા હતા ત્યારે તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે તે ગૌમૂત્ર છે, તેમણે કોઈને પણ તે પીવા માટે મજબુર કર્યા નથી. તે હાનિકારક છે કે નહીં તે પણ સાબિત થયું નથી. તો પોલીસ કોઈ કારણ વગર તેની ધરપકડ કેવી રીતે કરી શકે.

પશ્ચિમ બંગાળના ભાજપ પ્રમુખ દિલીપ ઘોષે કહ્યું છે કે, ગૌમૂત્ર પીવાથી કોઈ નુકસાન થતું નથી અને તેઓ માને છે કે, તેમણે પણ તેનું સેવન કર્યું છે. પરંતુ તેમની પાર્ટીના સાંસદ લોકેટ ચેટર્જી, જોકે, ઘોષના અભિપ્રાય સાથે સહમત નથી અને તેને “અવૈજ્ઞાનિક માન્યતા” ગણાવ્યા. સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ અને વિરોધી કોંગ્રેસ દ્વારા કોરોના વાઈરસની સારવાર તરીકે ગૌમૂત્રના વિતરણની આકરી ટીકા કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "ગૌમૂત્ર પીવાથી કોરોના વાઈરસ ઠીક થવાનો દાવો કરનાર BJP કાર્યકરની ધરપકડ"

Leave a comment

Your email address will not be published.


*