દેશભક્તિની મોટી-મોટી વાતો કરનારા ભાજપ કાર્યકર્તાને કહ્યું વંદે માતરમ ગાઓ – જુઓ કેવી હાલત થઇ

ભારતીય જનતા પાર્ટી હાલમાં દેશની એકમાત્ર દેશભક્ત પાર્ટી હોવાનો ભ્રમ ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ ફેલાવી રહ્યા છે. લોકશાહીમાં જેટલું શાસક પક્ષ નું મહત્વ છે એટલું…

ભારતીય જનતા પાર્ટી હાલમાં દેશની એકમાત્ર દેશભક્ત પાર્ટી હોવાનો ભ્રમ ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ ફેલાવી રહ્યા છે. લોકશાહીમાં જેટલું શાસક પક્ષ નું મહત્વ છે એટલું વિપક્ષ નું મહત્વ પણ હોય છે. સરકારના કોઈ પણ નિર્ણય નો વિપક્ષ વિરોધ કરે તો તે વિપક્ષી નેતા એન્ટી નેશનલ અથવા તો દેશદ્રોહી બની જાય છે. ભાજપના નેતા, કાર્યકર્તા અને આઈટી સેલ તે નેતાને પાકિસ્તાની સાબિત કરવામાં કોઇ કસર છોડતું નથી.

આવી જ ઘટના ઉત્તરપ્રદેશમાં બની. ભાજપની ઉત્તરપ્રદેશમાં એક પ્રચાર રેલી દરમિયાન પત્રકાર રેલી ના સમાચાર આપી રહ્યો હતો. એવામાં એક ભાજપના કાર્યકર્તા સાથે તેનો ભેટો થયો. કેમેરો અને માઈક જોઈને પ્રધાનમંત્રી ની જેમ ભાજપનો યુવા કાર્યકર્તા પણ ઉત્સાહમાં આવી ગયો. પોતાને દેશભક્ત કહેતા યુવા ભાજપી કાર્યકર્તાએ સપા-બસપા ગઠબંધન પર ટીકા-ટિપ્પણી કરી. યુવાને ગઠબંધનની ટીકા કરતા જણાવ્યું કે સપા-બસપા વંદે માતરમ ની અવગણના કરે છે. ગઠબંધન ના ઉમેદવાર વંદેમાતરમ નો વિરોધ કરે છે એમ કહીને યુવાને ગઠબંધનના દેશદ્રોહી સાબિત કર્યું.

https://youtu.be/ZVTqaCL4uaQ

આ પરિસ્થિતિ જોતા પત્રકારે દેશભક્તિ ની મોટી મોટી વાતો કરનાર યુવા ભાજપી કાર્યકર્તા શુભમ અગરવાલને સવાલ કર્યો,” કે તમને વંદેમાતરમ આવડે છે? વંદેમાતરમ ગાઈને સંભળાવો.” હવે દેશભક્ત પાર્ટીના કાર્યકર્તા હોવાથી વંદેમાતરમ ગાઈને સંભળાવવામાં યુવાનને કોઈ પણ પ્રકારનો સંકોચ ન થવો જોઈતો હતો, પરંતુ દેશભક્ત યુવાન વંદેમાતરમ્ સંભળાવવાની જગ્યાએ બહાના બનાવવા લાગ્યો. આ જોઈને પત્રકારે દેશભક્ત યુવાનની દેશભક્તિ માપી લીધી. વંદે માતરમ પર વિપક્ષ ની ટીકા કરનાર દેશભક્ત ભાજપ કાર્યકર્તા ને પોતે જ વંદેમાતરમ આવડતું ન હતું. આ તો ગાંડિ ડાહ્યીને શિખામણ આપે એવી પરિસ્થિતિ બની.

અન્ય એક વિડીઓમાં ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તાને જયારે વંદે માતરમ ગાવા કહ્યું તો તેઓ અતિ ઉત્સાહમાં આવીને વંદે માતરમનો ખોટો ઉચ્ચાર કરવા લાગ્યા. જે પાર્ટી દેશ આખામાં દેશભક્ત અને દેશદ્રોહીના પરિપત્ર વહેંચતી હોય અને તેના જ કાર્યકર્તા, પ્રવક્તા વંદે માતરમના બોલી શકે તો આ આખા દેશ માટે શરમજનક વાત કહેવાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *