જયશ્રી રામ ના નારા લગાવનાર ભાજપ કાર્યકર ને પતાવી દીધો: તૃણમુલ કોંગ્રેસ પર આરોપ

TrishulNews.comઅમારી  યુ ટ્યુબ  ચેનલ સબસ્ક્રાઈબ કરો 

હાલમાં પશ્ચિમ બંગાળમાં પરિસ્થિતિ નાજુક છે, ત્યારે વધુ એક રાજનૈતિક હત્યા થઈ છે. આ વખતે મૃતક ભાજપનો કાર્યકર હોવાનો દાવો થઈ રહ્યો છે. ભાજપે શનિવારે દાવો કર્યો છે કે પશ્ચિમ બંગાળ ના નદિયા જિલ્લામાં પાર્ટીના એક કાર્યકર્તા અને જયશ્રી રામના નારા લગાવવા ની સજા તો તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓએ હત્યા કરીને આપી છે.

ભારતીય જનતા પાર્ટીનો આરોપ છે કે ભાજપનો કાર્યકર કૃષ્ણ દેવનાથ ત્યારે ઉંમર ૨૬, ની સાથે બુધવારે રાતે કથિત રીતે મારપીટ કરવામાં આવી. જેથી સ્થાનિક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કલકત્તામાં એક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં શુક્રવારે તેનું મોત નીપજ્યું હતું. પોલીસને ફરિયાદ કરી ચુકી છે અને આ બાબતે તપાસ શરૂ હોવાનું જાણવા મળ્યું છે.

Loading...

ભાજપના રાજ્ય પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષ એ મુખ્ય મંત્રી મમતા બેનરજી સામે માંગ મૂકી છે કે ગૃહ મંત્રીએ તાત્કાલિક પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ. કારણ કે તેઓ રાજ્યમાં કાનૂન વ્યવસ્થા વ્યવસ્થિત રાખવામાં નિષ્ફળ ગયા છે. તેમણે આરોપ લગાવ્યો કે રાજ્યની તૃણમૂલ સરકારે બંગાળને એક આ પ્રકારના આતંક ફેલાવવા માટે છૂટ આપી દીધી છે અને જે લોકો જયશ્રી રામના નારા લગાવે છે, તેમની હત્યા થઈ જાય છે અથવા તેમને જેલમાં નાખી દેવામાં આવે છે.

ભાજપ નેતા મુકુલ રાય એ કહ્યું કે, કૃષ્ણ દેવનાથ ના મૃત્યુ બાદ ભાજપે 19 કાર્યકર્તાઓ ગુમાવ્યા છે અને આ સમાચાર છે કે અમારા કાર્યકર્તાઓનો એ ગુનો છે કે તેઓ જય શ્રી રામના નારા લગાવે છે અને તૃણમૂલ કોંગ્રેસના ગુંડાઓ તેમને મારી નાખે છે.

સ્થાનિક ભાજપ ના કાર્યકર્તા ઓ એ મોબ લિંચિંગ થી થતી હત્યાઓના દોષીઓને તાત્કાલિક ધરપકડ કરવાની માંગ સાથે થોડીકવાર માટે રસ્તાઓ પણ રોક્યા હતા. નદિયા જિલ્લામાં TMC નેતા ગૌરીશંકર દત્તે આ બાબતે થયેલા આરોપોથી ઇનકાર કર્યો હતો અને જણાવ્યું હતું કે આ તમામ આરોપો પાયાવિહોણા છે અને રાજનીતિથી પ્રેયરેલા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો.