ધારાસભ્ય બાદ ભાજપના કોર્પોરેટરની દાદાગીરી આવી સામે

Published on Trishul News at 2:00 PM, Wed, 12 June 2019

Last modified on June 12th, 2019 at 7:00 PM

ફરી સત્તામાં આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ ગુંડા ગર્દી કરવામાં કઈ બાકી નથી રાખ્યું. પ્રથમ ધારાસભ્ય બલરામ થવાની અને હવે ભાજપના જ કોર્પોરેટરો પણ સત્તાના નશામાં છાકટા બન્યા છે. કોર્પોરેટરો પણ જનતાની સેવા કરવાને બદલે દાદાગરી કરીને સત્તાનો દુરઉપયોગ કરી રહ્યા છે.

કોર્પોરેટરનુ કામ લોકોના પ્રશ્નો દુર કરવાનુ અને આમજનતાની સેવા કરવાનુ છે પરંતુ જ્યારે કોર્પોરેટર જ દાદાગીરી કરીને સત્તાના નશામાં છાકટા બને તો પ્રજા કોની શરણે જશે. આવી જ દાદાગીરી બારેજાના કાઉન્સીલરની સામે આવી છે. બારેજામાં આવેલા પ્રિત બંગલોમાં રહેતા રહીશોને ખુદ કાઉન્સીલર જ છેલ્લા સાત વર્ષથી પરેશાન કરતો અને માર મારતો હોવાનુ સામે આવ્યુ છે. સોસાયટીના સેક્રેટરી નિતીન પટેલ અને તેમના પત્નીએ અસલાલી પોલીસ સ્ટેશનમાં હિતેષ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.

અમદાવાદના અસલાલી પાસે આવેલા બારેજામાં પાર્કીગ બાબતે કોર્પોરેટર હિતેશ રબારી રહીશોને પરેશાન કરતો હોવાને લઇને અસલાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

આ ઘટના બાદ સોસાયટીના રહીશોનો આક્ષેપ છે કે હિતેશ સોસાયટીમાં વસવાટ ન કરતો હોવા છતા પણ 23 નંબરના બંગલોમાં રહેતા દર્શનાબેનના કહેવાથી કોમન પ્લોટને પાર્કીગમાં તબદીલ કરવા ધાકધમકી આપી રહ્યો છે. તેમજ ભાજપનો કાઉન્સિલર હોવાને કારણે એફઆઇઆરમાં અમારા મુજબની ફરિયાદ નોંધાવવામાં આવી નથી.

બીજી તરફ હિતેશ રબારીએ પણ સેક્ર્ટરી નીતીન પટેલ સામે એફઆઇઆર કરી છે. ત્યારે અસલાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે આ સમગ્ર મામલે ધારાસભ્ય બલરામ થવાનીના મામલાની જેમ જ ભીનું સંકેલાય છે કે પછી પિડીતાઓને ન્યાય મળે છે તે જોવુ રહ્યુ?

આ બધી બાબતને જોતા એવુ લાગે છે કે ભાજપના ધારાસભ્યો અને કોર્પોરેટર જનતાની સેવા કરવા ચૂંટાયા છે કે દાદાગીરી? અને આ બધું જોઈને ભાજપનું હાઈ કમાન્ડ પણ આંખ આડા કાન કરે છે. આવા ધારાસભ્ય અને કોર્પોરેટરને ભાજપ માંથી બાર કરી દેવા જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "ધારાસભ્ય બાદ ભાજપના કોર્પોરેટરની દાદાગીરી આવી સામે"

Leave a comment

Your email address will not be published.


*