ભાજપે જે દિવસે જ્ઞાન દિવસ ઉજવ્યો તે જ દિવસે આ શહેરમાં મળી આવ્યા નવનક્કોર સરકારી પાઠ્યપુસ્તકો પસ્તીમાં- જાણો કોણે લગાવ્યો આક્ષેપ

Published on: 9:54 am, Tue, 3 August 21

રાજ્યમાં સરકારી ગ્રાન્ટ ઈન એઈડ શાળાના ધોરણ 1 થી ધોરણ 8 અને ધોરણ 9 થી 12ના વિધાર્થીઓને પાઠ્યપુસ્તકો આપવામાં ભાજપ સરકાર કયાંકને ક્યાંક નિષ્ફળ ગઈ હોય તેવું લાગી રહ્યું છે.ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ 31 જુલાઈના રોજ ગુજરાતની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

ધોરણ 1 થી ધોરણ 8 અને ધોરણ 9 થી 12ના વિધાર્થીઓને ભણવા માટેના પાઠ્ય પુસ્તકો સરકારી ગ્રાન્ટેડ વિનામૂલ્યે આપવાની યોજના અંતર્ગત પણ હજુ સુધી બાળકોને પાઠ્યપુસ્તકો મળ્યા નથી. સાથે જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ પ્રહાર કરતા કહ્યું હતું કે, પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા જે કાગળ મંગાવવામાં આવે છે તેમાં પણ મોટી ગેરરીતિ આચરવામાં આવી રહી છે. સાથે તેમણે કહ્યું છે કે, પાઠ્ય પુસ્તક મંડળનો માત્ર કાગળ ખરીદી અને પ્રિન્ટીંગના ઓર્ડર ટ્રાન્સપોર્ટ કોટ્રાક્ટર માં જ વધુ પડતો રસ દાખવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

bjp celebrated gyan diwas new government textbooks were found in the city1 - Trishul News Gujarati Breaking News આમ આદમી પાર્ટી, ગંભીર આક્ષેપો, પાલિતાણા, ભાજપ, ભ્રષ્ટ નીતિ, મનોજ સોરઠીયા, સરકાર પર આકરા પ્રહાર

ત્યારે હવે આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા ગંભીર આક્ષેપો લગાવ્યા છે અને સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ સરકાર પર ગંભીર આક્ષેપો કરતા કહ્યું છે કે, હજુ ગઈ કાલે ભાજપે જ્ઞાન દિવસ ઉજવ્યો હતો અને મોટા મોટા બણગા ફૂંક્યા હતા. આજે પાલિતાણામાં ભંગારના ડેલામાંથી પ્રાથમિક ધોરણોના પુસ્તકો મળ્યા. ગરીબોના હકોને આમ બરોબર રોકડી કરનારાઓ ભગવાન તમને માફ નહિ કરે.

bjp celebrated gyan diwas new government textbooks were found in the city2 - Trishul News Gujarati Breaking News આમ આદમી પાર્ટી, ગંભીર આક્ષેપો, પાલિતાણા, ભાજપ, ભ્રષ્ટ નીતિ, મનોજ સોરઠીયા, સરકાર પર આકરા પ્રહાર

ભારતીય જનતા પાર્ટીની સરકારની ભ્રષ્ટ નીતિને કારણે ગુજરાતના વિધાર્થીઓ અને વાલીઓને ખુબ જ મુશ્કેલીઓ પડી રહી છે. વિધાર્થીઓને પાઠ્યપુસ્તકો સમયસર ન મળવાને કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય પર નુકસાન થશે સાથે સાથે તેમના વાલીઓને પણ ખુબ જ નુકસાન થશે. પાઠ્યપુસ્તકો વિનાના વિદ્યાર્થીઓ, શિક્ષકોવિનાની શાળા, શાળા વિનાનુ ગામ, શું આ રીતે ભણશે ગુજરાત? શું આ રીતે આગળ વધશે ગુજરાત? શું આ વિકાસ છે ભાજપનો?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.