ભાજપ કોર્પોરેટરના પતિએ જાહેરમાં બર્થ-ડે પાર્ટીમાં કેક કટિંગ કરી, અને ઉડાડી બિયરની છોળો…

આજકાલ પોલીસ સતત ખુલ્લેઆમ બર્થડે પાર્ટી ઉજવતા લોકોની ધરપકડ કરી રહી છે. આ દરમિયાન અમદાવાદ શહેરના અસારવામાં બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ માળતા વીડિયો વાયરલ થયો…

આજકાલ પોલીસ સતત ખુલ્લેઆમ બર્થડે પાર્ટી ઉજવતા લોકોની ધરપકડ કરી રહી છે. આ દરમિયાન અમદાવાદ શહેરના અસારવામાં બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ માળતા વીડિયો વાયરલ થયો છે. જેમાં અસારવા રેલવે સ્ટેશનની બહાર રીતસર ટેબલ ગોઠવીને કેક મુકવામાં આવી છે. જેમાં એક યુવક બિયરની બોટલ હલાવીને તેની છોળો ઉછાળી રહ્યો છે.

આ વીડિયોમાં દેખાતો શખ્સ ઇન્ડિયા કોલોની વોર્ડના ભાજપના મહિલા કોર્પોરેટરનો પતિ હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ, અસારવા રેલવે સ્ટેશન પર જાહેરમાં બર્થડેમાં દારૂની મહેફિલ યોજવામાં આવી હતી. અખિલેશ પાંડે નામના શખ્સનો જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી રહી હતી. નાઈટ કર્ફ્યુમાં જયારે એક તરફ સામાન્ય લોકો નિયમોનું પાલન કરી રહ્યા છે ત્યારે આવા લોકો નિયમોના લીરે લીરા ઉડાવતા હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

આવા વીડિયોના કારણે શહેરમાં કડક દારૂબંધીના પોલીસના દાવા પર સવાલ ઉભો થયો છે. જાણવા મળ્યું છે કે, ઇન્ડિયા કોલોનીના મહિલા કોર્પોરેટરનો પતિ સચિન પરમાર પણ મહેફિલમાં સામેલ હતા. સચિન પરમાર સામે અગાઉ કેટલાક ગંભીર આક્ષેપ થયા હતા. હાલ આ કેસમાં પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર પ્રશ્ન ઉભો થયો છે.

અસારવા રેલવે સ્ટેશન કમ્પાઉન્ડમાં જાહેરમાં બર્થડેની ઉજવણી અને બિયરની છોળો ઉછાળી ઉજવણીના વાઈરલ વીડિયો મામલે અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એમ.ચુડાસમાએ જણાવ્યું હતું કે, આ અંગે જાહેરનામા ભંગ અને પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો છે. 10થી 12 અજાણ્યા માણસો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અખિલેશ નામનો એક વ્યક્તિ ઓળખાયો છે બાકીના નામ તપાસમાં ખુલશે.

વીડિયોમાં મહિલા કોર્પોરેટરના પતિ પણ દેખાય છે અને એમના ફોટો પણ બહાર આવ્યા છે. તો વીડિયોમાં તે છે તો તેમના નામ છે કે, કેમ તે મામલે પીઆઇ આર.એમ.ચુડાસમા બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હવે એ તો તપાસમાં બહાર આવશે કે કોણ હતા. વીડિયોમાં રહેલા શખ્સોમાંથી એક શખ્સ મહિલા કોર્પોરેટર નિતુ પરમારના પતિ છે. છતાં તેઓએ અજાણ્યા લોકો સામે ગુનો નોંધ્યો છે. જે રેલવે પોલીસની કામગીરી સામે સવાલ ઉભા કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *