ભાજપે બધે ટીકીટ કાપી, પણ સુરતમાં જ કેમ રિપીટ થિયરી ચલાવી?

Published on Trishul News at 4:38 PM, Fri, 11 November 2022

Last modified on November 11th, 2022 at 4:38 PM

ગુજરાત (gujarat election 2022) માં ચાલી રહેલી વિધાનસભાની ચૂંટણીની ઉમેદવારોની યાદી દરેક પાર્ટી જાહેર કરી રહી છે. ભારતીય જનતા પાર્ટી (bjp) દ્વારા તેની પહેલી યાદી જાહેર કરી દીધી છે, જેમાં 182 બેઠકોમાંથી 160 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. ભારતીય જનતા પાર્ટીએ અમદાવાદમાં (Ahmedabad) ‘નો-રિપીટ ફોર્મ્યૂલાનું’ (No-repeat formula) સખ્ત પણે પાલન કર્યું છે.

પાર્ટીના જે ઉમેદવારો પોતાની જીતની યોગ્યતા માપદંડોને પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયા છે તેને બદલી દેવામાં આવ્યા છે. અમદાવાદ જિલ્લાની 16 બેઠકોમાંથી 15 બેઠકોના ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે, હજુ પણ એક વટવા બેઠક પર ઉમેદવારનું નામ જાહેર કરવાનું બાકી છે.  હાલના બે ધારાસભ્યો અને હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને જ રિપીટ કર્યા છે.

વિધાનસભાની ચુંટણીને ધ્યાનમાં રાખી ભારતીય જનતા પાર્ટીએ સુરત સિવાય 8 નગર પાલિકા વિસ્તારમાં જૂના ઉમેદવારોને બદલે નવા ચહેરાંને તક આપી છે. 4 સીટના નવા ઉમેદવારોને રાજકોટમાં તક આપી છે. વડોદરામાં 5 માંથી 3 સીટો પર બદલાવ જોવા મળ્યો છે. ઓવરઓલ, ભારતીય જનતા પાર્ટીએ 39 શહેરી બેઠકો પર 21 નવા લડવાયાને મેદાનમાં ઉતાર્યા છે.

ભારતીય જનતા પાર્ટીના સુરત વિધાનસભાની બેઠક વિસ્તારની વાત કરીએ તો સુરત જિલ્લામાં 2 સીટોમાં નવા ઉમેદવારોને તક મળી છે. જેમાં એક ઉધના અને બીજી કામરેજ બેઠક પર નવા ચેહરાને તક આપી છે, એ સિવાય બધા જૂના ઉમેદવારોને રિપીટ કરાયા છે. વિવેક પટેલને બદલીને ઉધના બેઠક પર વિવર્સ નેતા મનુ પટેલને ટિકિટ આપવામાં આવી છે. વી ડી ઝાલાવડિયાને બદલીને કામરેજ બેઠક પર પ્રફુલ્લ પાનસેરિયાને ટિકિટ આપવામાં આવી છે.

સુરતમાં ભારતીય જનતા પાર્ટીએ બદલાવ કરવાનું જોખમ એ માટે નથી લીધું કે, વર્ષ 2017માં જયારે પાટીદાર અનામત આંદોલન ચરમસીમાએ હતું, છતાં સુરત જિલ્લાંમાંથી ભાજપે દરેક સીટો મેળવી હતી. કામરેજમાં વીડી ઝાલાવડિયાના વિવાદના કીસ્સાને કારણે તેમને બદલવામાં આવ્યા છે, જયારે ઉધનામાં નિષ્ક્રિયતાને કારણે વિવેક પટેલને ફરી ટીકીટ નથી મળી.

વરાછા બેઠક પરના ઉમેદવાર કુમાર કુનાણી પણ ચર્ચામાં હતા. પાર્ટી ફરીવાર ટિકિટ નહીં મળશે તેવી ચર્ચાઓ ચાલતી હતી, પરંતુ કુમાર કાનાણીને ફરીવાર રિપીટ કરાયા છે. એ જ રીતે પૂર્ણેશ મોદીને બદલે મેયર હેમાલી બોઘાવાલાને ટિકિટ મળશે તેવી પશ્ચિમની બેઠક પર ચર્ચા ચાલતી હતી, પરંતુ પાર્ટીએ પૂર્ણેશ મોદીને ફરીવાર પશ્ચિમની બેઠક પર ટીકીટ મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "ભાજપે બધે ટીકીટ કાપી, પણ સુરતમાં જ કેમ રિપીટ થિયરી ચલાવી?"

Leave a comment

Your email address will not be published.


*