પીએમ મોદી NCP અને BJDના અમથા નથી કરતા વખાણ, તેની પાછળ પણ છે મોટું રાજકારણ

Published on Trishul News at 2:09 PM, Tue, 19 November 2019

Last modified on November 19th, 2019 at 2:09 PM

આજના દિવસે રાજ્યસભાના 250 માં ઐતિહાસિક સત્રની શરૂઆત થઇ ચુકી હતી.પ્રધાનમંત્રી મોદીએ રાજ્યસભાને સંબોધિત કરતા કહ્યું હતું કે સંસદ એ સંઘીય માળખાની આત્મા છે. લોકસભામાં લોકો પોતાના પ્રતિનીધીને ચૂંટીને મોકલે છે જેઓ સીધી રીતે જમીન સાથે જોડાયેલા હોય છે જ્યારે ઉપલું ગૃહ એટલે કે રાજ્યસભામાં અનુભવી લોકો હોય છે. ઉપલું હોવાના કારણે અહીં બેસનાર દૂર સુધી જોઇ શકે છે.

બી.જે.ડી. અને એન.સી.પી.ના કર્યા ખુબ વખાણ

પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી કહેતા હતા કે રાજ્યસભા એ કોઇ સેંકન્ડરી (ગૌણ) નથી, પરંતુ સેકંડ હાઉસ છે જેને ભારતના વિકાસ માટે સહાયક માનવું જોઇએ.હાલ આજના ભાષણમાં પ્રધાનમંત્રીએ આશ્ચર્યજનક રીતે ઓડિશાના બીજુ જનતા દળ અને મહારાષ્ટ્રના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (એનસીપી)ની ખૂબ પ્રશંસા કરી હતી. આ પ્રશંસા કરવા પાછળનું કારણ જણાવતા તેમણે કહ્યું હતું કે તેમના સાંસદો ક્યારે પણ પોતાનો વિરોધ દર્શાવવા વેલમાં ધસી આવતા નથી.

પ્રધાનમંત્રી મોદીએ કરેલી પ્રશંસા પાછળનુ કારણ શું હતું તે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય એટલા માટે બન્યો હતો કે મહારાષ્ટ્રમાં તેમના વૈચારિક સાથી શિવસેનાએ સત્તા માટે ભાજપનો સાથ છોડયો હતો. કદાચ એનસીપી ભાજપને સમર્થન આપી એ ગણતરી હોઇ શકે એમ એક રાજકીય નિષ્ણાંતે કહ્યું હતું. મોદીએ કહ્યું હતું કે ‘ચેક એન્ડ બેલેન્સનો સિધ્ધાંત રાજ્યસભાને લાગુ પડે છે. જરૂરી એ છે કે અવરોધ ઊભા કરવાને બદલે આપણે ઉપલા ગૃહને સંવાદનો રસ્તો બનાવવા જોઇએ. મારે ખાસ તો બે રાજકીય પક્ષોની પ્રશંસા કરવી છે અને તે છે બીજેડી અને એનસીપી. આ બંને પક્ષોના સાંસદો તેમની વાતને પરાણે પાસ કરાવવા ક્યારે પણ સંસદના વેલમાં ધસી આવતા નથી’.

રાજ્યસભાએ સમયને અનુકુળ પોતાનામાં બદલાવ કરે

પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે રાજ્યસભાએ સમયને અનુકુળ પોતાનામાં બદલાવ કરે. ’સમય બદલાઇ ગયો છે. સ્થિતીમાં બદલાવ આવ્યો છે. બદલાયેલા વાતાવરણમાં ઉપલા ગૃહે પોતાની જાતને આત્મસાત કરવું જોઇએ. મારા માટે સૌભાગ્યની વાત છે કે આજના ઐતિહાસિક પ્રસંગનો સાક્ષી બન્યો. આપણા પૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણે કહ્યું હતું કે ‘આપણા વિચાર, આપણો વ્યવહાર અને અમારી સૌચ બંને ગૃહોની આપણી સંસદીય પ્રણાલીના ઔચિત્યને સાબીત કરશે એમ તેમણે કહ્યું હતું.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

About the Author

Mayur Lakhani
Mayur Lakhani is Editor and Journalist at Trishul News.

Be the first to comment on "પીએમ મોદી NCP અને BJDના અમથા નથી કરતા વખાણ, તેની પાછળ પણ છે મોટું રાજકારણ"

Leave a comment

Your email address will not be published.


*