વિરમગામમાં ઠેર-ઠેર હાર્દિક વિરૂદ્ધ લાગ્યા હતા પોસ્ટરો, તો હાર્દિકે અને તેમના પત્નીએ કર્યો આ મોટો દાવો

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચૂંટણી(Gujarat election 2022)ને લઈ આજે સવારે 8 વાગ્યાથી જ બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે. ત્યારે આ દરમિયાન વિરમગામ(Viramgam) બેઠક પર…

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચૂંટણી(Gujarat election 2022)ને લઈ આજે સવારે 8 વાગ્યાથી જ બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે. ત્યારે આ દરમિયાન વિરમગામ(Viramgam) બેઠક પર ભાજપ(BJP)ના ઉમેદવાર હાર્દિક પટેલે(Hardik Patel) જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. હાર્દિક પટેલે જણાવતા કહ્યું હતું કે, ભાજપે જે ગુજરાતની અસ્મિતા માટે કામ કર્યું છે, ત્યારે ભાજપને વોટ આપી ગુજરાતમાં ભાજપને મજબૂત બનાવવામાં આવે. વધુમાં તેમણે જણાવતા કહ્યું હતું કે, લોકશાહીના મહાપર્વને ઉજવવા માટે તમામ લોકોને અપીલ કરું છું કે મતદાન કરે. આ સાથે હાર્દિકની પત્ની કિંજલ પટેલ દ્વારા પણ હાર્દિકની જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.

મહત્વનું છે કે, ભાજપે વિરમગામથી ટિકિટ આપ્યા બાદ આજે મતદાનના દિવસે હાર્દિક પટેલ દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે. હાર્દિકે જણાવતા કહ્યું હતું કે, 10 વર્ષ બાદ વિરમગામમાં ભાજપ જીતવા જઈ રહી છે. ભાજપે જે ગુજરાતની અસ્મિતા માટે કામ કર્યું છે, ત્યારે ભાજપને વોટ આપી ગુજરાતમાં ભાજપને મજબૂત બનાવવામાં આવે. આ તરફ ખૂબ મોટા પ્રમાણમાં મતદાન પણ થશે તેવું પણ હાર્દિક પટેલે ઉમેર્યું હતું. હાર્દિક પટેલે વધુમાં કહ્યું હતું કે, પ્રથમ તબક્કાની ચૂંટણી માટેના મતદાન બાદ અનેક અટકળો ચાલી રહી છે. પરંતુ મતદાન ભાજપના તરફેણમાં થયું છે. ગુજરાતમાં ભાજપના લીધે  મોટા પ્રમાણમાં વિકાસ લક્ષી કાર્યો થયા છે.

હાર્દિકના પત્નીએ શું કહ્યું ?
બીજી તરફ હાર્દિક પટેલના પત્ની કિંજલ પટેલ દ્વારા પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. કિંજલ પટેલે જણાવતા કહ્યું હતું કે, વિરમગામમાં કોંગ્રેસના શાસનથી લોકો કંટાળી ગયા છે. 8 ડિસેમ્બરના રોજ હાર્દિક પટેલની જીત નક્કી છે. આ સાથે તેમણે લોકશાહીના મહાપર્વને મનાવવા તમામ લોકોને મતદાન કરવા માટે અપીલ કરી હતી.

‘જે લોહીનો ન થયો એ કોઈનો ના થાય’ – જાણો હાર્દિક પટેલની વિરોધમાં ક્યાં લાગ્યા ઠેર-ઠેર બેનરો

વિરમગામમાં જ હાર્દિક પટેલનો થયો છે વિરોધ:
મળતી માહિતી અનુસાર, જો વાત કરવામાં આવે તો હાર્દિક પટેલના ગામની અંદર જ તેનો વિરોધ શરુ થઇ ગયો છે. ઠેર-ઠેર હાર્દિકના વિરોધમાં બેનરો અને પોસ્ટરો લગાવવામાં આવ્યા છે.

બેનરમાં લખ્યા છે અલગ-અલગ સ્લોગન:
વિરમગામમાં હાર્દિક પટેલ વિરુદ્ધ લગાવવામાં આવેલા જુદા જુદા બેનરમાં શહીદોને ન્યાય નહીં ત્યાં સુધી હાર્દિકને વોટ નહીં, લોહીનો ના થાય એ કોઈનો ના થાય, ટિકિટ માટે સમાજનો સોદો કરનારને વોટ નહીં, ગમે તે જીતે હાર્દિક હારવો જોઈએ, હાર્દિક જાય છે, જે હાર્દિક સમાજનો ન થયો એ શું વિરમગામનો થશે ખરા, 14 પાટીદારોનો હત્યારો જનરલ ડાયર કોણ છે? હાર્દિક જાહેર કરે લખવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *