દિલ્હીમાં ભાજપની હાર દેખાય છે તેમ છતાં ભાજપ આટલું ખુશ કેમ છે? જાણો આ ચોંકાવનારૂ કારણ

Why is the BJP so happy despite the defeat of the BJP in Delhi? Learn the reason for this shocking

TrishulNews.com

ગત બે દિવસથી દિલ્હી વિધાનસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને શનિવારે સાંજે એક્ઝિટ પોલમાં ભાજપને ધાર્યું પરિણામ ન મળ્યું હોવા છતા દિલ્હી ભાજપના નેતાઓ સરકાર બનાવવાના પોતાના નિવેદન પર મક્કમ દેખાય રહ્યા છે. ભાજપના નેતાઓનું માનવું છે કે આપ 30-32 કરતા વધારે બેઠકો નહીં જીતી શકે. જ્યારે ભાજપ 36-38 બેઠકો સાથે જીતીને સરકાર બનાવશે. ભાજપના નેતાઓનું કહેવું છે કે કોંગ્રેસને 1-2 બેઠક જ મળશે.

શનિવારે સાંજે એક્ઝિટ પોલ સામે આવ્યા બાદ તેને સંપૂર્ણ રીતે નકારી કાઢવા માટે ભાજપના નેતાઓ આપી રહ્યા છે અનેક તર્ક વિતર્ક, સૌથી મોટો તર્ક પોલ કંડક્ટ કરવાના ટાઇમિંગ અને તેની સેમ્પલ સાઈઝને લઈને આપવામાં આવે છે. ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષે રવિવારે ટ્વિટ કરીને કહ્યું કે તેમાં ત્રણ મહત્વપૂર્ણ ફેક્ટર સામેલ જ કરવામાં નહોતા આવ્યા. જેમાં તે કે મતદાનના છેલ્લા 2 કલાકમાં 17 ટકા મતદાન થયું છે. જેને નજરઅંદાજ કરી શકાય નહીં. EVMમાં ખરાબીને લઈને આપ દ્વારા અત્યારથી જ અનેક દાવાઓ કરવામાં આવી રહ્યા છે. ત્રીજુ ફેક્ટર એક્ઝિટ પોલના પરિણામ પોતે જ છે. કેટલાક લોકોને એક્ઝિટ પોલ ઉપરાંત બીજુ કંઈપણ થઈ શકે છે તેવી આશંકા છે?

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં મતદાન પૂર્ણ થયા બાદ ભાજપ દ્વારા ચૂંટણી અને તેના સંભવિત પરિણામોને લઇને મેરેથોન બેઠક યોજાઇ. દિલ્હી ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે મળેલી આ બેઠકમાં ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા, ગૃહપ્રધાન અમિત શાહ, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ,ચુંટણી પ્રભારી પ્રકાશ જાવડેકર સહિત દિલ્હીના તમામ સાંસદો તેમજ અન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા.

Loading...

ભાજપને લહેર હતીઃ મનોજ તિવારી

જ્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીનું કહેવું છે કે, શનિવારે તેઓ જેટલા પણ બૂથ પર ગયા બધે જ ભાજપની લહેર હતી. પોલિંગ બૂથો પર 50 ટકાથી વધારે લોકોએ ભાજપના ટેબલ પર જઈને વોટિંગ માટે સ્લિપ લીધી છે. અમને આશા છે કે, આ બધા એ ભાજપને જ મત આપ્યો હશે. જ્યારે કેટલાક બૂથ પર તો આપનું ટેબલ સંભાળવા માટે કાર્યકર્તાઓની પણ ખોટ હતી. તેનાથી જ અંદાજો લગાવી શકાય છે કે આપની સ્થિતિ શું થશે. ભાજપ દિલ્હીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જબરજસ્ત પ્રદર્શન કરશે.

મળતી માહિતી પ્રમાણે, આ દરમિયાન વોટિંગ બાદ શનિવારે સાંજે પ્રદેશ ભાજપના કાર્યાલય પર બેઠક યોજાઈ હતી. જેમાં વરિષ્ઠ નેતાઓએ એક્ઝિટ પોલની સમીક્ષા કરી હતી. નેતાઓનું માનવું છે કે ભાજપને 45 જેટલી બેઠકો પર જીત મળશે. જેમાંથી કેટલી બેઠકો ખૂબ જ ઓછા માર્જિનથી ભાજપ જીતશે. મનોજ તિવારીએ દાવો કર્યો કે 11 તારીખે જ્યારે પરિણામ સામે આવશે ત્યારે સાબિત થઈ જશે કે અમારું આકલન સાચું હતું.

દિલ્હી વિધાનસભાની ચૂંટણીના એક્ઝિટ પોલ બાદ દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ જણાવ્યુ કે, દિલ્હીમાં એક્ઝિટ પોલના તમામ આંકડાઓ કથિત સાબિત થશે અને ભાજપને દિલ્હીમાં 48 બેઠક પર વીજય મળવાનો છે. એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીની જીત દર્શાવવામાં આવી રહી છે. જોકે, આ તમામ એક્ઝિટ પોલને મનોજ તિવારીએ ખોટા ગણાવ્યા છે. દિલ્હીમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. અને 11મી તારીખે મતગણના થવાની છે. એક્ઝિટ પોલમાં આપને 59થી 68 અને ભાજપને બેથી 12 બેઠક મળતી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Share your opinion here...
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો.