PMC બેન્ક કૌભાંડમાં ભાજપના નેતા અને તેમના પુત્રની ધરપકડ

હાલમાં દેશની પરિસ્થિતિ એવી છે કે બેન્ક પર પણ ભરોસો કરવા જેવો નથી. કઈ બેન્ક ક્યારે ઉઠી જાય એની કોઈ ગેરેન્ટી નથી. મજેદાર વાત તો…

હાલમાં દેશની પરિસ્થિતિ એવી છે કે બેન્ક પર પણ ભરોસો કરવા જેવો નથી. કઈ બેન્ક ક્યારે ઉઠી જાય એની કોઈ ગેરેન્ટી નથી. મજેદાર વાત તો એ છે કે કેન્દ્રમાં બેઠેલી મોદી સરકાર બધી જ જવાબદારી RBI પર ઢોળી પોતે આ આખી બાબતમાં દર્શક બનીને બધું જોયા કરે છે. આ આખા PMC બેન્ક કૌભાંડમાં જવાબદાર લોકો પણ ભાજપ સાથે સંકળાયેલા છે.

મુંબઈ પોલીસની આર્થિક અપરાધ શાખા (EOW)એ પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કૉ-ઓપરેટિવ બેંક કૌભાંડમાં એસ રંજીત સિંહની ધરપકડ કરી છે. એક અધિકારીએ જણાવ્યું કે, રંજીત સિંહ બેંકના એક ડિરેક્ટર હતા. આ ઉપરાંત તેઓ ભાજપ તરફથી રાજ્યના વરિષ્ઠ નેતા સરગાર તારાસિંહના પુત્ર પણ છે. તારાસિંહ મુલુંડથી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે.

મુંબઈ પોલીસના પ્રવક્તા અને નાયબ પોલીસ કમિશ્નર પ્રણય અશોકના જણાવ્યા પ્રમાણે, રંજીત સિંહને PMC બેંકના ડિરેક્ટરો અને HDIL ગ્રુપના ડિરેક્ટરો દ્વારા અચરવામાં આવેલા 4,355 કરોડ રુપિયાના કૌભાંડ કેસમાં પૂછપરછ માટે લાવવામાં આવ્યા છે.

રંજીત લગભગ 13 વર્ષો સુધી બેંકના ડિરેક્ટર રહ્યા હતા અને બેંકની રિકવરી કમિટીના સભ્ય પણ હતા. આથી HDIL ગ્રુપની કંપનીઓને આપવામાં આવેલી લોન અંગે તેમની પૂછપરછ કરવામાં આવી છે. જો કે તેમને પૂછપરછમાં પુરતો સહયોગ નહતો કર્યો અને તેમના જવાબથી સંતોષ પણ નહતો થયો. આખરે કૌભાંડમાં તેમની સંડોવણી સામે આવી ગઈ અને તપાસકર્તાઓને તેના પુરાવા પણ મળી આવ્યા.

આ અંગે DCPએ જણાવ્યું કે, રંજીત સિંહની મોડી સાંજે ધરપકડ કરવામાં આવ્યા બાદ રવિવારે તેમને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવશે અને તેમના રિમાન્ડની માંગણી કરવામાં આવશે. સપ્ટેમ્બરમાં સામે આવેલા આ કૌભા્ંડ બાદ PMC બેંકના હાલના વરિષ્ઠ અને પૂર્વ અધિકારીઓ ઉપરાંત HDIL ગ્રુપના ઉચ્ચ અધિકારીઓ સહિત અડધા ડઝન કરતા વધારે લોકોની ધરપકડ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *