ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

BJP નેતાએ અનુષ્કા પર ગંભીર આરોપ લગાવી નોંધાવી ફરિયાદ અને કહ્યું- “કોહલી અત્યારે જ છૂટાછેડા આપે”

વિશ્વના સૌથી મોટા બલ્લેબાજ ગણાતા વિરાટ કોહલી માટે ચિંતા જનક વિષય ઉભો થયો છે. બી.જે.પી નેતાએ વિરાટ કોહલીની પત્ની એવી બોલીવુડની અભિનેત્રી અનુષ્કા શર્મા પર ગંભીર આરોપ લગાવ્યો છે અને જણાવતા કહ્યું છે કે વિરાટ કોહલીએ અનુષ્કા શર્માને અત્યારે ને અત્યરે છૂટાછેડા આપી દેવા જોઈએ.

ભારતીય ટીમના યુવા કેપ્ટન એવા વિરાટ કોહલીની ધર્મપત્ની અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા હાલ ફિલ્મોથી દૂર છે. તે છેલ્લે શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘ઝીરો’ માં નજરે આવી હતી. જો કે, હવે તે તેના પ્રોડ્યૂસર રોલમાં વધુ સક્રિય બની છે. તાજેતરમાં તેને વેબસીરીઝ ‘”પાતાલ લોક” ને પ્રોડ્યૂસ કરી છે.

ત્યારે આવા સમયે એવા સમાચાર મળ્યા છે કે ઉત્તરપ્રદેશના એક ધારાસભ્ય નંદકિશોર ગુર્જરે અનુષ્કા શર્મા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મળેલી માહિતી અનુસાર નંદકિશોરે આ ફરિયાદ તેમની તસવીર મંજૂરી વગર ઉપયોગ કરવા માટે નોંધાવી છે. આ સિવાય નંદકિશોરે એક મોટું નિવેદન પણ આપ્યું છે. ખાનગી મીડિયા રિપોર્ટ મુજબ નંદકિશોરે જણાવાતા કહ્યું કે ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી દેશભક્ત છે. પોતાની દેશભક્તિ દાખવતા પાતાલ લોક બનાવવા માટે પોતાની પત્ની અનુષ્કા શર્માને તલાક આપી દેવો જોઈએ. સ્પષ્ટ પણે આમાં તેમનો કોઈ રોલ નહીં હોય.

પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર નંદ કિશોરે જણાવતા કહ્યું કે વેબ સીરીઝમાં વિવાદિત કંટેન્ટને લઈ અનુષ્કા પર કાર્યવાહી થવી જોઈએ. સાથે-સાથે નંદકિશોરે જણાવતા કહ્યું છે કે તેઓ એક ધારાસભ્ય છે અને મંજૂરી વગર તેમની તસવીરનો ઉપયોગ વેબ સીરીઝ પાતાલ લોકમાં કરવામાં આવ્યો છે. એક ખાનગી મીડિયા સાથે વાત કરતા નંદકિશોરે જણાવતા કહ્યું કે દેશથી મોટું કોઈ નથી. વિરાટ કોહલી દેશ માટે રમે છે અને દેશભક્ત પણ છે. તેમણે અનુષ્કાને તરત જ છૂટાછેડા આપી દેવા જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: