ગુજરાતના રાજકારણમાં હડકંપ: યુવા નેતાનું ભાજપના જ નેતાની ભત્રીજી સાથે ઈલુ-ઇલુ, રંગરેલીયા મનાવતા રંગેહાથે ઝડપાયા

Published on: 3:34 pm, Sat, 31 July 21

જોવા જઈએ તો અવાર નવાર કેટલાય રાજકીય નેતાઓના અભદ્ર વિડીઓ વાયરલ થતા હોય છે. ત્યારે મળતા સંચાર મુજબ ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના યુવા નેતા શરમજનક સ્થિતિમાં કચ્છની એક સ્થાનિક મહિલા સાથે રંગરેલીયા મનાવતા ઝડપાતા ચકચાર મચી જવા પામ્યો છે. આ પ્રકારની શરમજનક ઘટના સામે આવતા થોડા વર્ષો પહેલા બનેલી નલિયા કાંડની ઘટનાને પણ લોકો યાદ કરી રહ્યા છે.

મળતી માહિતી અનુસાર, કચ્છ ભારતીય જનતા પાર્ટીના નેતા ભાજપના જ નેતાની સબંધી યુવતી સાથે રંગરેલિયા અને મોજ મનાવતા ઝડપાઈ જતા યુવતીના સગા-સબંધીઓને સારો મેથી પાક ચખાડવામાં આવ્યો હતો. આ ઘટનાને કારણે રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. ત્યારે સાથે સાથે લોકો ખારેક કાંડ અને નલિયા કાંડને યાદ કરી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઘટનાને લીધે ગુજરાતના રાજકારણમાં હડકંપ મચી ગયો છે. ભારતીય જનતા પાર્ટીના નેતાએ જ નેતાની વિરુદ્ધ મોરચો માંડીને મોવડી મંડળ સમક્ષ તાત્કાલિક અસરથી હોદ્દા પરથી ઉતારી દેવા માટેની ફરિયાદ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલો કચ્છથી ગાંધીનગર પહોચતાની સાથે જ ભાજપ એકશનમાં આવી ગયું છે. સાથે ભાજપે નેતાના કાંડને નારાજગી વ્યક્ત કરી છે.

કચ્છ ભાજપના નેતા યુવતી સાથે રંગેહાથ ઝડપાઈ ગયા હોવાને કારણે સમગ્ર ઘટનાને ધ્યાનમાં રાખીને સેટલમેન્ટ કરવાના પ્રયાસો યુદ્ધના ધોરણે હાથ ધરાયા હોવાની માહિતી સુત્રો દ્વારા જાણવા મળી છે. આ ઘટનાની સાથે સાથે એ પણ જાણકારી મળી છે કે, ભાજપના નેતા કેટલાક લોકોને ધાકધમકી આપી રૂપિયા પડાવતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.