ભાજપના દિગ્ગજ નેતાની દીકરી મહારાષ્ટ્રના ઠાકરે પરિવારની બનશે વહુ- તાજ હોટલમાં યોજાશે ભવ્ય લગ્ન

Published on: 11:06 am, Wed, 8 December 21

દેશના રાજકીય પરિવારો વચ્ચે સંબંધ બંધાવવા એ કોઈ નવાઈની વાત નથી. ત્યારે મહારાષ્ટ્ર(Maharashtra)માં પણ અન્યની જેમ શિવસેના(Shiv Sena) સાંસદ સંજય રાઉત(Sanjay Raut), કોંગ્રેસ(Congress)ના પ્રદેશ અધ્યક્ષ નાના પટોળે, મંત્રી ગુલાબરાવ પાટિલ બાદ હવે ભાજપના નેતા હર્ષવર્ધન પાટિલના ઘરે પણ લગ્નની તૈયારીઓ પુર જોશથી શરુ થઇ ગઈ છે.

ભાજપના નેતાની પુત્રી બનશે ઠાકરે પરિવારની વહુ:
પૂર્વ સહકારિતા મંત્રી હર્ષવર્ધન પાટિલની પુત્રી અંકિતા પાટિલ આગામી સમયમાં ઠાકરે પરિવારની વહુ બનવા જઈ રહી છે. 28 ડિસેમ્બરના રોજ મુંબઈની તાજ હોટલમાં લગ્ન યોજવામાં આવશે. ગણતરીના લોકો વચ્ચે ઠાકરે પરિવારના એડવોકેટ નિહાર ઠાકરે અને અંકિતા પાટિલ લગ્નના તાંતણે બંધાશે અને લગ્નજીવનની શુભ શરૂઆત કરશે.

રાજકારણમાં સક્રિય છે અંકિતા પાટિલ:
અત્રે ઉલ્લેખનીય છે કે, અંકિતા પાટિલ હાલ પુણે જિલ્લા પરિષદની સભ્ય છે અને સાથે ઈન્ડિયન શુગર મિલ્સ એસોસિએશનની ડાઈરેક્ટર પણ છે. એડવોકેટ નિહાર ઠાકરે શિવસેના પ્રમુખ બાલાસાહેબ ઠાકરેના દિવંગત પુત્ર બિન્દુ માધવ ઠાકરેના પુત્ર છે. તેઓ મુંબઈમાં એડવોકેટ તરીકે કામ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે નિહારના સગા કાકા છે. હર્ષવર્ધન પાટિલે રાજ ઠાકરેના ઘરે જઈને લગ્ન માટેનું આમંત્રણ આપ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે પુણે જિલ્લાના આ દિગ્ગજ નેતાની પુત્રી ઠાકરે પરિવારની વહુ બનવા જઈ રહી છે અને હવે આ ખબરની સતાવાર રીતે પુષ્ટિ થઈ ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

SHARE
Koo bird - Trishul News Gujarati maharashtra, Sanjay Raut, મહારાષ્ટ્ર, શિવસેના