પાર્ટી છે કે બળાત્કારીઓની જમાત? બળાત્કારના કેસોમાં સૌથી વધુ સંડોવણી બીજેપી નેતાઓની

Published on Trishul News at 2:08 AM, Fri, 13 December 2019
PTI3_23_2018_000195B

Last modified on December 12th, 2019 at 9:25 PM

મહિલાઓ વિરુદ્ધ દુષ્કર્મ મામલામાં કેસ લડી રહેલ સાંસદોના સંદર્ભમાં ભાજપના સર્વાધિક ૨૧, તો કોંગ્રેસ ૧૬ સાંસદો સાથે આ રેસમાં બીજા નંબરે છે. વાયએસઆર કોંગ્રેસ પાર્ટીના પણ સાત સાંસદો આ રેસમાં ત્રીજા ક્રમે ભાગ ભજવી રહ્યા છે. એસોસિએટ્સ ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ એ આ વાત જાહેર કરી છે.

તેમણે કહ્યું છે કે મહિલાઓ વિરુદ્ધ અપરાધોના સંબંધમાં લોકસભામાં 2009માં ફક્ત બે જ સાંસદો હતા, જે 2019 માં વધીને ૧૯ થયા છે.

રિપોર્ટ અનુસાર કહેવામાં આવ્યું છે કે, ” ૩ સાંસદો એ છો એવા ધારાસભ્યો છે કે જેમણે બળાત્કાર થી જોડાયેલા મામલાઓ જાહેર કર્યા છે….. છેલ્લા પાંચ વર્ષોમાં માન્યતા પ્રાપ્ત થયેલ રાજકીય દળોએ એવા 41 ઉમેદવારોને ટિકિટ આપી હતી કે જેમના વિરુદ્ધ બળાત્કારના કેસો છે.

પાછલા પાંચ વર્ષમાં ભાજપે ૬૬ ઉમેદવારો ને લોકસભા, રાજ્યસભાના અને વિધાનસભાની ચૂંટણી લડવા ની ટિકિટ આપી હતી કે જેમની સામે બળાત્કારના કેસો છે. કોંગ્રેસે 46 તેમજ બહુજન સમાજવાદી પાર્ટીએ 40 એવા ઉમેદવાર ઉતાર્યા હતા.

એડીઆર અને નેશનલ ઇલેકશન કમિશને વર્તમાનના 759 સાંસદોને 4063 ધારાસભ્યોના કુલ 4,896 ચૂંટણી દરમિયાન ના ફોર્મ નું વિશ્લેષણ કર્યું હતું.

રિપોર્ટ કહે છે કે મહિલાઓ વિરુદ્ધ ના અપરાધો વાળા ઉમેદવારોની સંખ્યા 38 થી વધીને 126 થઈ ગઈ છે. આમ આ સંખ્યા 231% વધી છે.

પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ 16 સાંસદ અને ધારાસભ્યો છે કે જેમની વિરુદ્ધ મહિલાઓ પર દુષ્કર્મના અપરાધોની ઘોષણા થયેલ છે. બીજા નંબરે ઓરિસ્સા તેમજ મહારાષ્ટ્ર આવે છે, જ્યાં આવા સાંસદો અને ધારાસભ્યોને સંખ્યા 12 છે.

રિપોર્ટ કહે છે કે છેલ્લા પાંચ વર્ષોમાં 572 એવા ઉમેદવારોએ લોકસભા, રાજ્યસભા અને વિધાનસભાની ચૂંટણી લડી છે કે જેઓ ને અદાલતમાં દોષિત સાબિત નથી કર્યા.

Be the first to comment on "પાર્ટી છે કે બળાત્કારીઓની જમાત? બળાત્કારના કેસોમાં સૌથી વધુ સંડોવણી બીજેપી નેતાઓની"

Leave a comment

Your email address will not be published.


*