ભાજપના ધારાસભ્યએ પોતાની પ્રાઇવેટ કારને બનાવી દીધી એમ્બ્યુલન્સ- નામ જાણીને થશે ગર્વ

Published on: 7:03 pm, Mon, 3 May 21

હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં પરિસ્થિતિ એટલી હદે વકરી છે કે, હવે તો એમ્બ્યુલન્સ પણ સમયસર મળી રહેતી નથી. આ દરમિયાન એવાં કેસો પણ સામે આવે છે જેમાં એમ્બ્યુલન્સના અભાવે પણ ઘણાં લોકો પોતાનો જીવ ગુમાવે છે. આ ઉપરાંત ઘણાં દર્દીને એમ્બ્યુલન્સ તો મળે છે પરંતુ બેડ નથી મળી રહેતા જેથી તેઓ એમ્બ્યુલન્સમાં જ મૃત્યુ પામે છે.

181709604 491528612043370 9062316126215461896 n » Trishul News Gujarati Breaking News surat

આ દરમિયાન ભાજપના ધારાસભ્ય પ્રફુલ પાનશેરીયાએ પોતાની જ કારને એમ્બ્યુલન્સ બનાવી સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું છે. તેમણે પોતાની ઈનોવા કારને એમ્બ્યુલન્સ બનાવીને ફ્રી સેવા આપવાનું કાર્ય શરૂ કર્યું છે અને સંયુક્ત સેવામાં અર્પણ કરી.

182089886 491528632043368 5942421096027296164 n » Trishul News Gujarati Breaking News surat

તેમણે તેમની કારમાં ઓક્સિજનનો બાટલો પણ મુક્યો છે. આ કાર દ્વારા તેમણે કોરોના દર્દીને એમ્બ્યુલન્સ જેવી સુવિધા આપવાનું શરૂ કર્યું છે. હાલ જયારે લોકોને એમ્બ્યુલન્સ માટે કલાકો સુધી વેઈટીંગ કરવું પડે છે ત્યારે પ્રફુલ પાનશેરીયાએ આ સેવા શરુ કરીને ઉત્તમ કાર્ય કર્યું છે.

181866473 491528472043384 3275381657152918883 n » Trishul News Gujarati Breaking News surat

આ સમય એ કોરના જેવી મહામારીમાં લોક ભાગીદાર ખુબ જ મહત્વની છે. એક વ્યક્તિ કદાચ દુનિયાના બદલી શકે. પરંતુ, એક વ્યક્તિ કોઈને કોઈ નાના મોટી મદદ કરી એક પરિવારની જીંદગી જરૂર બદલી શકે છે. તે ધ્યેય સાથે કામરેજ વિધાનસભાના પૂર્વધારાસભ્યઅને ડાંગ જિલ્લાના પ્રભારી એવા યુવાન Praful Pansheriya Ex Mla એ માનવતાની મહેક અનોખી પહેલ કરીને પોતાની ઇનોવા ગાડીને એમ્બ્યુલન્સમાં ફેરવીને પુણા પાટીદાર કોવિડ સેન્ટર, ખોડલ ધામ ટ્રસ્ટ, ડાયમન્ડ એસોસિશનના સંયુક્ત સેવામાં અર્પણ કરી. ફ્રી એમ્બ્યુલન્સ કોન્ટેક નંબર:7203941556

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.