લદ્દાખને લઈને હવે ચીન તો છોડો ભાજપ-કોંગ્રેસ વચ્ચે શરું થઈ ગયું યુદ્ધ- રાહુલ ગાંધીએ કરી શરૂઆત

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ભારત-ચીન સરહદ વિવાદને લઈને કેન્દ્ર સરકાર પર સતત પ્રહાર કરી રહ્યા છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ લદ્દાખમાં ચીનની ઘૂસણખોરીને લઇને…

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ભારત-ચીન સરહદ વિવાદને લઈને કેન્દ્ર સરકાર પર સતત પ્રહાર કરી રહ્યા છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ લદ્દાખમાં ચીનની ઘૂસણખોરીને લઇને રક્ષા મંત્રી રાજનાથસિંહ સાથે ટ્વિર પર સવાલ કર્યો હતો. રાહુલ ગાંધીએ પૂછ્યું હતું કે, શું ચીને ભારતની જમીન પર કબ્જો કરી લીધો છે? આ દરમિયાન, લદ્દાખથી ભાજપના સાંસદ જામયાંગ સેરિંગ નામગ્યાલે રાહુલને જવાબ આપ્યો છે.  નામ્ગાયલે ટ્વિટમાં લખ્યું છે કે, ‘હા, ચીનએ આ વિસ્તારો કબ્જો કર્યાં છે’ ભાજપના સાંસદે આ ટ્વીટમાં જે જગ્યાની યાદી આપી છે તે મુજબ આ જગ્યાઓ કોંગ્રેસના શાસનકાળમાં ગુમાવી દીધી છે. જેમાં અક્સાઇ ચીનથી લઇને પેંગનક અને ચબજી ઘાટી, દૂમ ચેલે વિસ્તારોનું ઉદાહરણ આપ્યું છે.

જામયાંગ સેરિંગ નામગ્યાલે ટ્વિટ પોસ્ટ કરી છે તેમાં કર્યું છે કે, હા, ચીને ભારતીય જમીન પર કબજો કર્યો છે, પરંતુ કોંગ્રેસના કાર્યકાળ દરમિયાન ચીનને કબ્જો કરી લીધો છે. સાંસદનું કહેવું છે કે આશા છે કે, રાહુલ અને કોંગ્રેસ તથ્યોના આધારે મારા જવાબથી સંતુષ્ટ થશે. તેઓએ આશા પણ વ્યક્ત કરી કે, તેઓ ફરીથી ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરશે નહીં.

નામગ્યાલે પોતાના ટ્વીટમાં બે તસવીરો પોસ્ટ કરી. એકમાં તેમનો જવાબ હતો અને બીજામાં દેમચોક ઘાટીની તસવીર હતી. તેમનો દાવો છે કે, 1962માં કોંગ્રેસના શાસન દરમિયાન અક્સાઇ ચીન (37,244 કિલોમીટર), યૂપીએ શાસનમાં 2008 સુધીમાં ચુમૂર વિસ્તારના તિયા પેંગનક અને ચાબાજી ઘાટી (250 મીટર લંબાઇ), યૂપીએ સમયમાં 2008માં ચીન સેનાએ દેમજોકમાં જોરાવર કિલ્લાને ધ્વસ્ત કર્યો અને 2012માં PLA એ ઓબ્ઝર્વિંગ પોઇન્ટ બનાવી લીધો. 13 સીમેંટેના ઘરોની સાથે ચીની – ન્યૂ દેમજોક – કોલોની બસી, યીપીએ શાસનમાં ભારતમાં દૂંગટી અને દેમચોકની વચ્ચે દૂમ ચેલે (એશિયન ટ્રેડ પોઇન્ટ) ને ગુમાવ્યો

ભાજપના સાંસદ નામગ્યાલના ટ્વિટના થોડા સમય પછી જ રાહુલ ગાંધીએ બીજી ટ્વિટ કર્યું. જેમાં રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન તાક્યું. રાહુલ ગાંધીએ લખ્યું કે ચીનની સેના ઘુસી ગઇ અને લદ્દાખમાં આપણી જમીન પર કબ્જો કર્યો. આ વચ્ચે પણ પીએમ મોદી બિલકુલ ચુપ છે અને સીનમાંથી ગાયબ છે. રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના ઘણા નેતા સતત સરકારને ચીનની ઘુસણખોરીને લઇને નિશાન તાકી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *