BJP સાંસદ સાક્ષી મહારાજે બળાત્કારી કુલદીપ સિંહ સેંગરને જન્મદિવસની શુભેચ્છા પાઠવી

હૈદરાબાદની ઘટનાનાં પડઘાં સંસદમાં સંભળાઈ રહ્યા છે અને ભાજપના જ સાંસદ સાક્ષી મહારાજ ઉન્નાવ દુષ્કર્મના આરોપીને જન્મદિવસની શુભેચ્છા આપી રહ્યા છે. તેમના દ્વારા થયેલા આ ટ્વીટ…

હૈદરાબાદની ઘટનાનાં પડઘાં સંસદમાં સંભળાઈ રહ્યા છે અને ભાજપના જ સાંસદ સાક્ષી મહારાજ ઉન્નાવ દુષ્કર્મના આરોપીને જન્મદિવસની શુભેચ્છા આપી રહ્યા છે. તેમના દ્વારા થયેલા આ ટ્વીટ પર કોંગ્રેસ નેતા અને રાષ્ટ્રીય મહાસચીવ પ્રિયંકા ગાંધીએ તીખી પ્રતીક્રિયા આપી છે. સાથે જ વિપક્ષે પણ સાક્ષી મહારાજનો ઘેરાવ કર્યો હતો.

પ્રિયંકા ગાંધીએ સાક્ષી મહારાજના ટ્વીટ પર તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યુ કે, કાયદા બનાવનારા BJP સાંસદ ઉન્નાવ કેસના આરોપી BJP નેતાને શુભેચ્છા પાઠવી રહ્યા છે. કહ્યુ કે, કાલે જ એક મહિલા સાથે એક ભયાનક દુર્ઘટના ઘટી છે. તેમણે પ્રશ્ન કર્યો કે, આરોપીઓના પક્ષમાં કાયદા બનાવાનારા ઉભાં થઈ જશે તો અપરાધીઓથી લડવાની હિંમત કોણ આપશે? સાક્ષી મહારાજના ટ્વીટને લઈને અન્ય નેતાઓએ પણ તીખી પ્રતિક્રિયા આપી છે.

શું છે આખી ઘટના ?

સાક્ષી મહારાજે પોતાના ટ્વિટર એકાઉન્ટથી ગુરુવારે રેપ અને હત્યાના પ્રયાસના આરોપમાં જેલમાં બંધ બાંગરમઉથી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને જન્મદિવસની બધાઈ આપી છે. આ પહેલા પણ સાક્ષી મહારાજ આરોપીને મળવા જેલ પણ ગયેલા છે અને હંમેશા આરોપીનો પક્ષ લીધો છે.

ભારતીય જનતા પાર્ટીનો સાચો ચહેરો :-

નિર્ભયા દુષ્કર્મની ઘટના વખતે સ્મૃતિ ઈરાનીએ મનમોહન સિંહને બંગડી મોકલી હતી. આજે BJPના જ એક ધારાસભ્ય પર બળાત્કારનો આરોપ છે. આરોપ લાગ્યાના પછીના ઘણા સમય સુધી ભાજપે કુલદીપ સિંહ સેંગરને પાર્ટી માંથી કાઢ્યો ન હતો. તેમજ સાક્ષી મહારાજ જેવા સાંસદો હજી પણ આરોપીનો પક્ષ લઇ રહ્યા છે. પાર્ટીના પૂર્વ સંસદ ચિન્મયાનંદ પર પણ દુષ્કર્મનો આરોપ છે. કુલદીપ સિંહ સામે ફરિયાદ કરનાર છોકરીનું પરિવાર ખતમ કરી દેવામાં આવ્યું તેમજ તેને પેટ્રોલ છાંટીને મારવાનો પણ પ્રયાસ થયો હતો. ચિન્મયાનંદ વિરુદ્ધ ફરિયાદ કરનાર છોકરીને જ જેલની સજા કરવામાં આવી જેમાં હમણાં જ જામીન મળ્યા.

ભારતીય જાણતા પાર્ટીના બમણા માપદંડ છે. પાર્ટીના સાંસદો પર રેપ થી માંડીને આતંકવાદના આરોપો છે. આમ છતાં BJP આખા દેશમાં રાષ્ટ્રવાદના પ્રમાણપત્ર વેચે છે. આજે બગડતી અર્થવ્યવસ્થા પર કોઈ પગલાં લેવા તો દૂર પણ પાર્ટી મંદીને સ્વીકારવા પણ તૈયાર નથી. હૈદરાબાદની ઘટનામાં પણ સંઘીઓ હિન્દુ-મુસ્લિમ કરવામાં લાગી ગયા હતા. ખરેખર જનતાએ કેવા લોકોના હાથમાં દેશ સોપ્યો છે તે સમજવું મુશ્કેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *