ભાજપના જ અસંતુષ્ટ નેતાએ નીતિન પટેલનું અપમાન કરવા અને અક્ષય પટેલને હરાવવા ફેંકાવ્યુ ચપ્પલ

Published on: 4:02 pm, Wed, 28 October 20

ગુજરાત વિધાનસભાની ચુંટણી હવે નજીક આવી રહી છે. ત્યારે કરજણ બેઠકનો પેટાચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ પહોંચી રહ્યો છે. કરજણમાં આવેલ કુરાલી ગામમાં 2 દિવસ પહેલાં ચુત્નીના પ્રચાર વચ્ચે સોમવારે રાજ્યના DYCM નીતિન પટેલ પર કરજણના કુરાલી ગામમાં ચપ્પલનો ઘા કરવાની બનેલી ઘટનાએ રાજકીય મોરચે ખળભળાટ મચાવી મૂક્યો છે.

પોલીસે નાયબ મુખ્યમંત્રી ઉપર ચપ્પલનો ઘા કરવા માટે મુખ્ય ભૂમિકા ભજવનાર શિનોરના રશ્મિન પટેલની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે. વડોદરા જિલ્લા પોલીસ કહે છે કે ચપ્પલનો ઘા કરાવનાર સૂત્રધાર કોંગ્રેસનો કાર્યકર છે, જોકે, શિનોર તાલુકાના ખુદ ભાજપ-પ્રમુખ કહે છે કે, રશ્મિન પટેલ ભાજપનો કાર્યકર છે અને ભાજપમાં હોદ્દાઓ પર પણ રહી ચૂક્યો છે. આમ, ડેપ્યુટી CM નીતિન પટેલ પર ચપ્પલ ફેંકનાર કોઈ કોગ્રેસી નહિ પરંતુ ભાજપી હોવાનું સામે આવ્યું છે.

ખુદ ભાજપ-પ્રમુખ કહે છે કે, રશ્મિન પટેલ ભાજપનો કાર્યકર છે.
મધ્ય ગુજરાતમાં આવેલ વડોદરા જીલ્લાના શિનોર તાલુકા ભાજપ-પ્રમુખ ચંદ્રવદન પટેલે આ સમગ્ર ઘટના અંગે વાત કરતા જણાવ્યું હતું કે, રશ્મિન પટેલ ભાજપનો કાર્યકર છે, આ પહેલા તે શિનોર તાલુકા પંચાયતનો સભ્ય પણ રહી ચુક્યો હતો. થોડા સમય પહેલા પણ સંગઠન પર્વ ચાલતું હતું ત્યારે પણ કાર્યકર તરીકે ફોર્મ ભર્યું હતું. તે બીજા કોઇ પક્ષમાં જોડાયો હોય એવું મારા ધ્યાનમાં નથી અને તેને સસ્પેન્ડ કર્યો હોય એવું પણ મારા ધ્યાનમાં નથી.

lcb arrest rashmin patel throwing shoe dycm nitin patel karjan » Trishul News Gujarati Breaking News

રશ્મિન પટેલ પહેલાં ભાજપનો કાર્યકર હતો, હાલ છે કે નહીં એની મને ખબર નથી
આ ઉપરાંત, વડોદરા જિલ્લા ભાજપ-પ્રમુખ દિલુભા ચૂડાસમાએ રશ્મિન પટેલ અંગે જણાવ્યું હતું કે રશ્મિન પટેલ પહેલાં ભાજપનો કાર્યકર હતો. હાલમાં છે કે નહીં એની મને ખબર નથી. તાલુકા ભાજપ-પ્રમુખને પૂછો.

રશ્મિન પટેલ કોંગ્રેસનો કાર્યકર છે કે નહીં એની મને ખબર નથી
વડોદરા જિલ્લા કોંગ્રેસપ્રમુખ સાગર બ્રહ્મભટ્ટે ચપ્પલની ઘટના અંગે જણાવ્યું હતું કે, નાયબ મુખ્યમંત્રી ઉપર ચપ્પલ ફેંકવાની બનેલી ઘટનાને કોંગ્રેસ વખોડી કાઢે છે. અમે આવાં તત્ત્વોને સમર્થન આપતા નથી. ચપ્પલ ફેંકવાના કાવતરામાં ઝડપાયેલા રશ્મિન પટેલ કોંગ્રેસનો કાર્યકર છે કે, નહીં એની મને ખબર નથી, પરંતુ તે પહેલાં ભાજપનો સક્રિય કાર્યકર હતો એ નક્કી છે.

પોલીસનું કહેવું છે કે, જૂતું ફેંકાવનાર રશ્મિન પટેલ કોંગ્રેસનો કાર્યકર છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપર ચપ્પલનો ઘા થતાં વડોદરા જિલ્લા પોલીસવડાએ મંગળવારે મોડી રાત્રે પત્રકાર પરિષદને માહિતી આપતાં જણાવ્યું હતું કે રશ્મિન પટેલે અમિત પંડ્યા નામની વ્યક્તિ સાથે ટેલિફોનિક વાતચીત કરીને જણાવ્યું હતું કે આપડો જૂતા ફેંકવાનો પ્લાન સફળ થઇ ગયો છે. મારા માણસો દ્વારા જૂતું ફેંકવામાં આવ્યું છે. આ અંગે ઉજવણી કરવાની છે. આ ટેલિફોનિક વાત પરથી લાગે છે કે જૂતું ફેંકાવનાર રશ્મિન પટેલ કોંગ્રેસનો કાર્યકર છે.

WhatsApp Image 2020 10 28 at 3.33.06 PM » Trishul News Gujarati Breaking News

વર્ષ 2010થી 2013 દરમિયાન શિનોર તાલુકા પંચાયતમાં કારોબારી ચેરમેન પણ રહી ચૂક્યો છે
અત્રે ઉલેખનીય છે કે, રશ્મિન પટેલ વર્ષ-2010થી 2013 દરમિયાન શિનોર તાલુકા પંચાયતમાં કારોબારી ચેરમેન પણ રહી ચૂક્યો છે, જ્યારે તેની પત્ની 23-1-2012થી 6-2-2014 દરમિયાન શિનોરમાં સરપંચ હતી. એ સમયે તે ભાજપના સક્રિય કાર્યકર હતા. એમ પણ કહેવાય છે કે રશ્મિન પટેલ કરજણના પૂર્વ ધારાસભ્ય સતીષ પટેલ(નિશાળિયા) જૂથના મનાતા હતા. રશ્મિન પટેલે નાયબ મુખ્યમંત્રી ઉપર ચપ્પલ ફેંકવાનું સફળ કાવતરું પૂરું પાડવાનું કામ ભાજપના જ કોઇ મોટા માથાના ઇશારે કર્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જોકે રશ્મિન પટેલ હાલ કોંગ્રેસના કાર્યકર હોવાનું જિલ્લા પોલીસની તપાસમાં બહાર આવ્યું છે.

નીતિન પટેલ પર ચપ્પલ ફેંકનારો રશ્મિન પટેલ ભાજપની ટીકીટ પરથી ચૂંટાયેલ હતો અને શિનોર તાલુકા પંચાયતનો કાર્યકારી અધ્યક્ષ હોવાનું સામે આવ્યું છે. કોંગ્રેસ સાથે કોઈ લેવાદેવા નથી. કરજણમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર જૂતુ ફેંકવાના મામલે આરોપી રશ્મીન પટેલ મુદ્દે મોટો ખુલાસો થયો છે. રશ્મીન પટેલ શિનોર તાલુકા પંચાયતનો સભ્ય રહી ચૂક્યો છે. શિનોર તાલુકા પંચાયતમાં ભાજપે જ રશ્મીનને કારોબારી ચેરમેન બનાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle