બુથ કેપ્ચરીંગ થતા ચૂંટણી પંચ બીજી વખત મતદાન કરાવશે- જુઓ વિડીયો

33
TrishulNews.com

12મી મેએ થયેલ છઠ્ઠા ચરણના મતદાનમાં હરિયાણાનાં ફરીદાબાદ ખાતે અસાવટી ગામમાં મતદાન કેન્દ્ર પર પોલિંગ એજન્ટ દ્વારા ત્રણ મહિલા વતી બટન દબાવીને મત આપવાનો વીડિયો વાઇરલ થતાં હોબાળો મચ્યો હતો. આ પોલિંગ એજન્ટે મતદાન વખતે ગોટાળા કર્યાની ફરિયાદ પોલીસમાં કરાઈ હતી. જેને પગલે પલવલ પોલીસે તેની ધરપકડ કરી છે. પોલિંગ એજન્ટ મતદારોને પ્રભાવિત કરતા હતા અને તેમનાં વતી ઈવીએમમાં બટન દબાવતા હતા , તેવું વીડિયોમાં જણાયું હતું. આ પછી તેની સામે ફરિયાદ કરીને ધરપકડ કરાઈ હતી. ગિરિરાજસિંહ નામનાં આ પોલિંગ એજન્ટને કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં કોર્ટે તેમને જામીન પર છોડયા છે.

ધરપકડ બાદ કોર્ટમાં હાજર કર્યા બાદ ગિરિરાજ સિંહને જમીન મળી ગયા છે. આ ઘટનાની ફરિયાદ પીઠાસીન અધિકારી અમિત છત્રીએ કરી હતી. જેના આધારે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, “આરોપી મતદાતાઓને મદદ કરવાના બહાને જાતે જ મત આપી રહ્યો હતો. મેં તેને દર વખતે રોક્યો, પરંતુ તે ન માન્યો. જ્યારે ગિરિરાજ મત આપવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, ત્યારે જ કોઇને વિડીયો બનાવી લીધો અને વાયરલ કરી દીધો. બીજા મતદાતાઓની ભીડ આગળા આવતાં જ ગિરિરાજ ત્યાંથી ભાગી ગયો.”

ઉલ્લેખનીય છે કે બૂથમાં હાજર એક વ્યક્તિએ આ ઘટનાનો વીડિયો ઉતાર્યો હતો અને સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. આ પછી કોંગ્રેસનાં અવતારસિંહ ભડાનાએ બૂથ કેપ્ચરિંગનો આરોપ લગાવ્યો હતો. સત્તાવાળાઓ દ્વારા ગુંડાગીરી કરાતી હોવાનાં આક્ષેપો તેમણે કર્યા હતા. ભડાનાએ કહ્યું કે બડખલ ક્ષેત્રનાં મેવલા ગામ ખાતે બી એન સ્કૂલ, નવાદા અને અસાવટીમાં મતદાન મથકો પર ભાજપનાં કાર્યકરોએ હિંસા આચરીને બૂથ કેપ્ચરિંગ કર્યું હતું. પરંતુ ભાજપે આ આક્ષેપો ને ફગાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Loading...