પાટીલને પત્રકારે પૂછ્યું રાજ્યમાં બેડ ખૂટી પડ્યા છે અને જવાબમાં પાટીલ એવું બોલી ઉઠ્યા કે…

Published on Trishul News at 2:26 PM, Sat, 17 April 2021

Last modified on April 17th, 2021 at 2:26 PM

છેલ્લા ઘણા દિવસોથી કોરોનાએ ગુજરાતમાં પોતાનું રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, દરરોજ હજારો કેસ સામે આવી રહ્યા છે અને દિવસેને દિવસે કોરોનાથી થતા મૃત્યુમાં પણ વધારો થઇ રહ્યો છે. રાજના મુખ્યમંત્રી જ કહી રહ્યા છે કે સ્થિતિ ખુબ જ ગંભીર છે. આ સમય વચ્ચે જસદણમાં કોવીડના 100 જેટલા બેડની સુવિધા ઉભી કરવામાં આવી હતી. આના જ એક કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ હાજર રહ્યા હતા.

જયારે રાજકોટ એરપોર્ટ પર સીઆર પાટીલ સાથે રાજ્યની સાચી પરિસ્થિતિ અંગે વાતચીત થઇ હતી. પાટીલે પત્રકારોને જણાવ્યું હતું કે, જસદણ વીછિંયામાં આજે કોવિડ કેર સેન્ટરમાં 100 બેડની સુવિધા ઉભી કરી દેવામાં આવી છે. પરંતુ જયારે પત્રકારોએ રાજ્યની હાલની પરિસ્થિતિ અંગે વાત કરી હતી ત્યારે સૌલોકો પાટીલના એક જવાબના કારણે ચોંકી ગયા હતા.

હોસ્પિટલોમાં બેડ ખૂટી પડ્યા હોવાના જવાબમાં ભાજપ પ્રમુખ સીઆર પાટીલે જણાવતા કહ્યું હતું કે, આ મામલે મને કોઈ જાણકારી નથી પરંતુ સરકારે કોરોનામાં પગલાં લીધા છે, જેનાથી ઝડપથી નિરાકરણ આવશે. અહિયાં રાજ્યની જનતા એક એક ઇન્જેક્શન માટે કેટ કેટલા દિવસો લાઈનમાં ઉભા રહે છે, એક એક બેડ માટે હોસ્પિટલોની બહાર કેટલી લાંબી લાઈનો લાગેલી છે અને આ સવાલના જવાબમાં ભાજપ પ્રમુખનું કહેવું છે કે મને ખબર નથી. મુતદેહો લેવા માટે પણ લોકોને કલાકો કલાકો સુધી લાઈનમાં ઉભું રહેવું પડે છે અને સીઆર પાટીલ જણાવી રહ્યા છે કે, મને ખબર નથી.

આ સાથે સાથે જ સી આર પાટીલે વધુમાં કહ્યું હતું કે, ચૂંટણીમાં કોઈ પણ જગ્યાએ સભાઓ કે સરઘસ કરવામાં આવ્યું નથી. બાઈક રેલી યોજનાર યુવા કાર્યકરોને પણ મેં ઠપકો આપ્યો છે. સમગ્ર રાજ્યભરમાં સરકારે લોકોને કોઈ અગવડતા ન પડે તેના માટે પ્રયત્નો કરી રહી છે. સાથે-સાથે કોરોનાગ્રસ્ત લોકો માટે આઈસોલેશન, ઓક્સિજન સહિતના બેડની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. આ સાથે સાથે જ સુરત શહેરમાં 1500થી વધુ બેડ આઈસોલેશન સેન્ટર પણ શરૂ કરી દેવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

About the Author

Mayur Lakhani
Mayur Lakhani is Editor and Journalist at Trishul News.

Be the first to comment on "પાટીલને પત્રકારે પૂછ્યું રાજ્યમાં બેડ ખૂટી પડ્યા છે અને જવાબમાં પાટીલ એવું બોલી ઉઠ્યા કે…"

Leave a comment

Your email address will not be published.


*