હિંદુઓ ઈંડા ખાય કે ન ખાય, પણ અહી કોરોનાની પરવાહ કર્યા વગર ભાજપે કર્યું મફત ઈંડા વિતરણ

હાલમાં દેશભરમાં કોરોના ના કોહરામ વચ્ચે તમામ રાજકીય પક્ષો કયાંક ને ક્યાંક પોતાની રીતે જનતાને મદદ કરી રહ્યા છે પરંતુ અમુખ હરખ ઘેલા નેતાઓ સસ્તી…

હાલમાં દેશભરમાં કોરોના ના કોહરામ વચ્ચે તમામ રાજકીય પક્ષો કયાંક ને ક્યાંક પોતાની રીતે જનતાને મદદ કરી રહ્યા છે પરંતુ અમુખ હરખ ઘેલા નેતાઓ સસ્તી પ્રસિદ્ધિ માટે થોડી રહતા સામગ્રી વિતરણ કરીને વધુ ફોટો પડાવતા નજરે પડી રહ્યા છે અને પોતાની સાથે સમર્થકોના ટોળા ફેરવી રહ્યા છે જે લોકડાઉનનું સરેઆમ ઉલ્લંઘન છે. આવામાં પશ્ચિમ બંગાળ ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રીમતી શર્મા મુખરજીએ જાદવપુર મતક્ષેત્રમાં જરૂરીયાતમંદ લોકોને ઈંડા સહિતની ખોરાક સામગ્રી વિતરણ કરતા સોશિયલ મીડિયામાં તેમની વિરુદ્ધ ટીકાઓનો ધોધ વરસ્યો છે.

કોરોનાના વધતા ખતરાને લઈને ચાઈનાની જેમ ભારતમાં પણ ઈંડા, મરઘી નો વેપાર કરનારા વેપારીઓએ અને ડોક્ટરોએ ઈંડા કે માસ ન ખાવાની સલાહ આપી રહ્યા છે. પરંતુ આ સલાહને અવગણીને પશ્ચિમ બંગાળના નેતાએ ઈંડા વિતરણ કરીને પોતાની જ પાર્ટીના હિન્દુત્વના ચહેરાને નુકસાન કર્યું છે તેવો સુર ભાજપના જ કાર્યકરો વ્યક્ત કરી રહ્યા છે.

આટલું જ નહી બંગાળના અન્ય વિસ્તારોમાં પણ ટોળા વળીને રાહતકાર્ય કરી રહેલા કાર્યકરો અને નેતાઓને જયારે મમતા સરકારે અટકાવ્યા ત્યારે ભાજપના નેતાઓએ આ વાતને રાજનીતિ સાથે જોડી દઈને રાજનીતિ શરુ કરી દીધી. અને દિલીપ ઘોષે આરોપ લગાવતા કહ્યું કે “જ્યારે મુખ્ય પ્રધાન રાહત સામગ્રીનું વિતરણ કરે છે ત્યારે તે ઠીક છે, પરંતુ જ્યારે ભાજપ આ કામ  કરે છે ત્યારે તે લોકડાઉન ઓર્ડરનું ઉલ્લંઘન છે એવું કહીને અમને અટકાવવામાં આવે છે. આ એકદમ અસ્વીકાર્ય છે, ”

Rahul Sinha, National Secretary of Bharatiya Janata Party.

 

આ આરોપના જવાબમાં તૃણમુલ કોંગ્રેસના બંગાળ રાજ્યના શહેરી વિકાસ પ્રધાન અને કોલકાતાના મેયર ફિરહદ હકિમે કહ્યું કે વિરોધી નેતાઓ કોરોનાવાયરસ રોગના ફેલાવાને રોકવા કરેલા લોકડાઉનના નિયમો તોડી રહ્યા છે. વિપક્ષી નેતાઓએ રાજકીય સ્પર્ધા શરૂ કરીને લોકોને જોખમમાં ન મૂકવું જોઈએ. આ રાજનીતિ માટેનો સમય નથી. રાહત સામગ્રીનું વિતરણ કરતી વખતે ભીડ ખેંચીને તેઓ પોતે જ વડા પ્રધાન દ્વારા જાહેર કરાયેલા લોકડાઉનનું ઉલ્લંઘન કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *