ELECTION BREAKING: પાટનગરમાં લહેરાયો ભગવો, ભાજપની 41 બેઠક પર પ્રચંડ જીત, કોંગ્રેસ-આપના કાંગરા ખર્યા

ગુજરાત(Gujarat): રાજ્યની પાટનગરની ચૂંટણીના પરીણામ(Gandhinagar Municipal Corporation Election) પર જનતાની નજર હતી અને આજે તેનું પરીણામ આવી ગયું છે. જેમાં ભારતીય જનતા પાર્ટી(BJP)ની પ્રચંડ જીત…

ગુજરાત(Gujarat): રાજ્યની પાટનગરની ચૂંટણીના પરીણામ(Gandhinagar Municipal Corporation Election) પર જનતાની નજર હતી અને આજે તેનું પરીણામ આવી ગયું છે. જેમાં ભારતીય જનતા પાર્ટી(BJP)ની પ્રચંડ જીત થઈ છે. જેમાં ગાંધીનગરની 44 બેઠકો પૈકી 41 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ શાનદાર જીત મેળવી છે. કોંગ્રેસને માત્ર 3 અને આમ આદમી પાર્ટીએ માત્ર 1 બેઠક પર જીત મેળવી છે. ભારતીય જનતા પાર્ટીને 10 વર્ષમાં પહેલી વખત આ શહેરમાં સ્પષ્ટ બહુમતી સાથે ભવ્ય વિજય મળ્યો છે.

ગુજરાત રાજ્યમાં પગપેસારો કરવાના સ્વપ્ન જોઈ રહેલી આમ આદમી પાર્ટી માટે આ એક મોટો ફટકો કહી શકાય. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી પાસે હવે ગુજરાત રાજ્યના તમામ મોટા શહેરોમાં કોર્પોરેશનની સત્તા આવી ચુકી છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે ઉજવણી અને ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે.

ગાંધીનગરની ચૂંટણી માટે 56 ટકા જેટલું મતદાન થયુ હતુ. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સીઆર પાટીલ(CR Patil) તેમજ નવા નીમાયેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ(Bhupendra Patel) માટે આ ચૂંટણી પ્રતિષ્ઠા અને પરીક્ષાનો વિષય હતી. જોકે આ પરીક્ષામાં તેઓ પાસ થઇ ગયા છે અને કોંગ્રેસ અને આપના કાંગરા ખેરવી નાખ્યા છે.

ગાંધીનગર મહાનગરપાલિકામાં AAPનું ખાતુ ખુલ્યુ:
ગાંધીનગર મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીએ ખાતુ ખોલ્યું છે. જેમાં વોર્ડ નંબર 6માં ભારતીય જનતા પાર્ટીની પેનલ તૂટી છે. આમ આદમી પાર્ટીના તુષાર પરીખની જીત થઇ છે. જોકે આમ આદમી પાર્ટીએ ગાંધીનગરમાં જીત માટે તનતોડ મહેનત કરી હતી અને ઠેર ઠેર ચુંટણી પ્રચાર માટે તનતોડ મહેનત કરી હતી પરંતુ ચૂંટણીના પરિણામોમાં આપની મહેનત નિષ્ફળ સાબિત થઇ છે.

ગાંધીનગર મહાનગરપાલિકામાં 10 વર્ષમાં પ્રથમ વખત ભાજપને મળી સ્પષ્ટ બહુમતી:
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પરિણામનું ચિત્ર હાલમાં ચોક્કસપણે સ્પષ્ટ થઇ ચૂક્યું છે. ભારતીય જનતા પાર્ટીએ ગાંધીનગર મહાનગરપાલિકામાં 10 વર્ષમાં પ્રથમ વખત બહુમતી મેળવી છે. જયારે આપનું સૂરસૂરિયું થઇ ગયું છે અને કોંગ્રેસના પણ હાલ બેહાલ થઇ ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *