ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

રૂપાણી: કોંગ્રેસે આતંકીઓ સાથે ઇલુઇલુ કર્યું, તે જ સાંજે કાર્યકર્તાએ વોટ્સેપમાં બીભત્સ વિડીયો અપલોડ કરીને અશ્લીલતા ફેલાવી

મહિલા સન્માન અને રાષ્ટ્રીયતાની સારી સારી વાતો કરતા ભારતીય જનતા પક્ષના વધુ એક કાર્યકરે ગુજરાતની ગરીમાને અને મહિલાઓ શામેલ હતી તેવા વોટ્સેપ ગ્રુપમાં અહ્સ્લીલ વિડીયો શેર કરતા ઉહાપોહ સર્જાયો છે. સુરત ભાજપના કાર્યકર કિશોર સોલંકીએ વોટ્સએપ ગ્રુપમાં ધડાધડ ચાર અશ્લીલ વીડિયો શેર કરી દીધા હતા. જેને લઈને ગ્રુપ મેમ્બરોમાં પણ રોષ જોવા મળ્યો હતો. હાલ તો પોસ્ટ કરાયેલા વીડિયોના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. આ અંગે શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાલાએ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, આ હરકત કરનાર કાર્યકર ને બોલાવીને ઠપકો આપવામાં આવશે અને જો ફરીવાર આ ભૂલ કરશે તો પક્ષમાંથી હાંકી કાઢવામાં આવશે.

અશ્લીલતા ફેલાવનાર કાર્યકર્તાનું નામ કીશોર સોલંકી હોવાનું જાણવા મળ્યું છે, જેણે લિંબાયત વોર્ડ નંબર 24ના વોટ્સએપ ગ્રુપમાં ધડાધડ ચાર અશ્લીલ વીડિયો શેર કરી દીધા હતા. જેને જોઈને મહિલા કાર્યકરો પણ શરમમાં મૂકાઈ હતી. જેને કારણે ભાજપના મહિલા કાર્યકરો સહિત ગ્રુપ મેમ્બર મહિલાઓ દ્વારા કિશોરને ગ્રુપમાંથી બહાર કાઢવાની માંગણી કરી હતી.

ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીએ CAAના સમર્થનની રેલીના સંબોધનમાં બપોરે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કાશ્મીરમાં આજ દિવસ સુધી તમે લોકોએ આતંકવાદીઓને બિરયાની ખવડાવી તમે આતંકવાદીઓ સાથે ઈલુ ઈલુ કર્યું છે અને આ દેશને નબળો કર્યો છે. અને સાંજે આ કાર્યકર્તાએ શરમ નેવે મુકે ને પોતાના અશ્લીલ વિચારો રજુ કરતુ બુદ્ધિ પ્રદર્શન કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.