ભાજપનો શિક્ષણ સમિતિનો સભ્ય જુગાર રમતો પકડાયો, સાથે હતા બીજા 8 શકુનીઓ

Published on: 1:23 am, Mon, 13 September 21

સુરતમાં કહેવાતી સંસ્કારી પાર્ટી ભાજપા ના એક સભ્ય અને શિક્ષણ સમિતિના સભ્ય રાકેશ ભીકડીયા પોતાના સાગરીતો સાથે દારૂ પાર્ટી અને જુગાર રમતા રંગે હાથે ઝડપાયા છે. સુરતમાં મનપાની શિક્ષણ સમિતિની ચૂંટણી પહેલા દારૂની મહેફિલનો વીડિયો વાયરલ થયો હતો જેમાં હાલમાં પકડાયેલ શખ્શ હતો. જોકે પોલીસે માત્ર જુગારધારાની કલમો ઉમેરી ને જ ગુનો નોંધ્યો છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ આક્ષેપ લગાવ્યો છે કે આ ભાજપનો નેતા પીધેલી હાલતમાં દારૂ સાથે પકડાયો છે પરંતુ પોલીસે તેનો બચાવ કરવા દારૂનો ગુનો નોંધ્યો નથી.

સુરતની ભાજપ સાશીત નગર શિક્ષણ સમિતિના સભ્ય જુગાર રમતા ઝડપાયાં છે. નગર શિક્ષણ સમિતિની ચૂંટણીમાં ચુંટાયેલા અને ભાજપના કાર્યકર્તા રાકેશ કાળુભાઇ ભીકડિયા સહિત 8 વ્યકિતઓને એક ફાર્મ હાઉસમાંથી જુગાર રમતા રંગેહાથે પોલીસે ઝડપી લીધા છે. આ બનાવને લઇને અમરોલી પોલીસે આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અમરોલી પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ મોટાવરાછાના સુદામાચોક પાસેના વૃંદાવન સોસાયટી સ્થિત ઓફિસ નંબર 42 માં રવિવારની સાંજે સાડા સાત વાગ્યાના અરસામાં જુગાર ધામ પર દરોડો પાડીને નવ જુગારીઓને રંગે હાથે ઝડપી લેવામાં આવ્યાં હતાં.

જેમાં તાજેતરમાં જ નગર શિક્ષણ સમિતિની ચૂંટણી લડીને જીતેલા અને વરાછાના વોર્ડ નંબર 2 ના ભાજપના કાર્યકર્તા રાકેશ કાળુભાઇ ભીકડિયાનો પણ સમાવેશ થાય છે. અમરોલી પોલીસે જુગાર રમતા જુગારીને રંગે હાથે ઝડપીને કુલ કિમત 67 હજારનો મુદ્દામાલ પોલીસે કબજે લીધો છે. અમરોલી પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

– રાકેશ કાળુભાઇ ભીકડિયા (ઉ.32 રહે,78 મંગલદિપ સોસાયટી કાપોદ્રા)
– કિશન મનસુખભાઇ મારવાણીયા (ઉ.32 રહે, રઘુનંદન રેસિડેન્સી, યમુનાચોક મોટાવરાછા), – ચેતન કાંતિલાલ ઠક્કર (ઉ.44 રહે, રવિ બિલ્ડિંગ, સરથાણા), – મનસુખ ગોરધનભાઇ રાછડિયા (ઉ.45 રહે, 403 સુપ લક્ષ્મી એપાર્ટમેન્ટ, બોમ્બે માર્કેટ), – અજય પ્રવિણભાઇ વાસાણી (ઉ.41 રહે,501 સેક્ટર-2, વ્રજભૂમિ સોસાયટી, વ્રજચોક વરાછા), – મૌલિક નિકુંજભાઇ કાત્રોડિયા (ઉ. 31 રહે,બી-14 શ્રીરામનગર સોસાયટી, હિરાબાગ), – ઘનશ્યામ રમણીકલાલ વણજારા(ઉ.56 રહે, 801 રવિ બિલ્ડિંગ, રાજહંસ સ્વપ્ન, સરથાણા), – દિનેશ ઉર્ફે લાલો કનુભાઇ પટેલ (ઉ.43, 114 વાલકેશ્વર સોસાયટી, મોટાવરાછા), – નયન ભાઇલાલ ધાનાણી (ઉ.41 રહે,એ-38 સરિતા સોસાયટી, હિરાબાગ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

SHARE
Koo bird - Trishul News Gujarati