સવારે હૈદરાબાદની ઘટનામાં ન્યાય માગતો યુવા ભાજપ નેતા રાત્રે છેડતીના આરોપમાં ઝડપાયો

Sponsors Ads

તેલંગણાના ભાજપના પૂર્વ ધારાસભ્ય ના દીકરા આશિષ ગોઉંડની મધપુર પોલીસ દ્વારા બિગ બોસની સ્પર્ધકની છેડતીના આરોપમાં ધરપકડ થઇ છે.

Sponsors Ads

આશિષના પિતા નંદેશ્વર ગોઉંડ છે. નંદેશ્વર ગોઉંડ 2009માં પતંછેરું વિધાનસભાના ધારાસભ્ય હતા. તેઓ શરૂઆતમાં કોંગ્રેસ તરફથી ચૂંટણી લડ્યા ત્યાર બાદ 2016માં ભારતીય જનતા પાર્ટી માં જોડાયા અને તેની પછી 2019માં TDP માં જોડાયા. આશિષ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાનો સભ્ય છે.


Loading...

ઘટના રવિવારે(1 ડિસેમ્બર) ના રોજ રાત્રે 2 વાગે મધપુર, સાયબેરબાદની એક હોટલમાં ઘટી હટી. 27 વર્ષની યુવતીની ફરિયાદ મુજબ, તે અને તેની ફ્રેન્ડ એક ખૂણામાં ઉભા રહીને ગીત સાંભળતા હતા ત્યારે જ આશિષ અને તેના મિત્ર ત્યાં આવીને તેમની સાથે અડપલાં કરવા લાગ્યા.

Sponsors Ads

યુવતીએ ફરિયાદ માં લખ્યું છે કે,” તેણે(આશિષ) અને તેના 2 મિત્રો એ મારી અને મારી ફ્રેન્ડ સાથે હાથ ખેંચીને અને ગાળો આપીને અડપલાં કર્યા હતા. આશિષ ગોઉંડ અને તેના મિત્રો બોટલ નીચે ફેંકીને અમને મારવાના જ હતા.”

તેમની ફરિયાદના આધારે મધપુર પોલીસે સેક્સન 354(મહિલા પર ગુનાહિત બળપ્રયોગ) તેમજ સેકસન 509(શબ્દ, હાવભાવ દ્વારા મહિલાનું અપમાન) હેઠળ FIR નોંધી.

મજેદાર વાત તો એ છે કે આ ઘટના બની એના એક કલાક અગાવ જ આશિષે હૈદરાબાદ ના બળાત્કારીઓને ફાંસીની સજા આપવાના થયેલ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. આ વાતની પુષ્ટિ આશિષના ફેસબુકથી થાય છે.

આશિષે ફેસબુક પર હૈદરાબાદની ઘટના વિશે લખ્યું છે કે,” તેણી સાથે બનેલ આ ઘટના એક અન્યાય છે, આવા ગુનાઓ દિવસે ને દિવસે વધતા જાય છે. આવા ગુનેગારોને ફાંસીની સજા આપવી જોઈએ અથવા ગોળી મારી દેવી જોઈએ. હવે મીણબત્તી દ્વારા થતા પ્રદર્શનની જરૂર નથી, આવા બળાત્કારીઓ સામે કડક પગલાં લઈને તેમને ફાંસીએ લટકાવી દેવા જોઈએ.”

Sponsors Ads
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો. 
Loading...