ભાજપના ‘અબ કી બાર 65 પાર’ ઝારખંડમાં સપનું રેહશે અધૂરું

BJP's 'Ab Ki Bar 65 par' will remain untouched in Jharkhand

Published on: 10:59 am, Mon, 23 December 19

ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ બનેલી ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવવાના ધીમે ધીમે શરૂ થયા છે. અને ટ્રેન્ડ મુજબ કોંગ્રેસ, જેએમએમ અને આરજેડીનું ગઠબંધન બહુમતનો આંકડા પાસે પહોંચ્યુ છે. જ્યારે ગત વિધાનસભા ચૂંટણીમાં 37 બેઠક મેળવનારા ભાજપ ટ્રેન્ડમાં 25 બેઠકથી વધુ બેઠક મેળવી શક્યુ છે. અબકી બાર 65 કે પારના લક્ષ્ય સાથે ઝારખંડમાં મેદાને ઉતરેલી ભાજપ આ ટ્રેન્ડમાં બીજા ક્રમે જોવા મળી રહી છે.

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના આજે પરિણામો આવવાના છે. અને તેના માટે મતગણતરી પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. મતગણતરી કેન્દ્ર પર ગઈકાલથી જ કડક બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. અને સૌ પ્રથમ બેલેટ પેપરથી મત ગણતરીની પ્રક્રિયા હાથ ધરાઈ છે. જે બાદ ઈવીએમનું કાઉન્ટિંગ થશે. રાજ્યભરમાં 24 મતગણતરી કેન્દ્ર છે. અને અલગ અલગ 14થી 20 કાઉન્ટિંગ ટેબલ બનાવવામાં આવ્યા છે. પહેલા રાઉન્ડમાં વધુમાં વધુ 14 ઈવીએમના મતોની ગણતરી થશે. જે બાદ રેન્ડમ પદ્ધતિથી વીવીપેટની ચબરખીઓથી પાંચ મતદાન કેન્દ્ર પર ઈવીએમના મતોને ક્રોસ ચેક કરાશે. દરેક રાઉન્ડમાં મતોની ગણતરી બાદ ઔપચારિક જાહેરાત કરવામાં આવશે.

ચુંટણીમાં પાંચ તબક્કામાં થયું હતું મતદાન

ઝારખંડ વિધાનસભાની 81 બેઠકો માટે 30 નવેમ્બરથી 20 ડિસેમ્બર સુધીના પાંચ તબક્કામાં મતદાન થયુ હતુ. આજે મતોની ગણતરીની સાથે જ 1215 ઉમેદવારોના ભાવિનો ચુકાદો આવશે. 29464 મતદાન કેન્દ્ર પર 41,870 ઈવીએમમાં થયેલી મતોની ગણતરી હાથ ધરાશે. કુલ 1215 ઉમેદવારોમાં 1087 પુરુષ ઉમેદવાર, 127 મહિલા ઉમેદવાર અને એક થર્ડ જેન્ડર ઉમેદવાર છે. રાષ્ટ્રીય દળો, માન્યતા પ્રાપ્ત દળોની સાથે 366 અપક્ષ ઉમેદવારોના ભાગ્યનો પણ નિર્ણય આજે આવશે.

2014માં શું હતી સ્થિતિ ?

વર્ષ 2014ની ઝારખંડ વિધાનસભાની પર નજર કરીએ તો ભાજપ પાસે 37 બેઠક, આજસુને પાંચ બેઠક મળી હતી. જ્યારે જેએમએમને 19 અને કોંગ્રસને 6 બેઠક મળી હતી. આ ઉપરાંત બાબુલાલ મરાંડીના નેતૃત્વ વાળી પાર્ટી ઝારખંડ વિકાસ મોરચા એટલે કે જેવીએમને આઠ બેઠકો ફળી હતી. બાદમાં જેવીએમના છ ધારાસભ્યોએ ભાજપને સમર્થન આપ્યુ હતુ. 2014ની વિધાનસભામાં અન્ય પક્ષોએ પણ છ બેઠકો મેળવી હતી.

1995થી રઘુવર દાસ જીતતા આવ્યા છે

ઝારખંડમાં સૌની નજર મુખ્ય બેઠકો પર રહેલી છે. જેમાં જમશેદપુર પૂર્વી બેઠકથી મુખ્યપ્રધાન રઘુવરદાસ વર્ષ 1995થી સતત જીતતા વ્યા છે. તેમની સામે પૂર્વ કેબિનેટ સહયોગી સરયૂ રાય મેદાને છે. સરયૂરાયને ભાજપે ટિકિટ ન આપતા તેઓએ બળવાખોર બનીને મુખ્યપ્રધાન સામે જ ઉમેદવારી નોંધાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.