મહારાષ્ટ્રમાં ભાજપનું ‘બ્રહ્માસ્ત્ર’ તૈયાર,અગાઉ પણ આ રાજ્યમાં સત્તા પલટો કરી ચુક્યું છે ભાજપ

મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે ભાજપને બહુમત સિદ્ધ કરવા પૂર્વે ‘ઓપરેશન લોટસ’ શરૂકરવાની માહિતી મળી છે. એમાં જવાબદારી પક્ષપલ્ટો કરીને આવેલા વિધાનસભ્યોને સોંપવામાં આવી છે. એવી…

મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે ભાજપને બહુમત સિદ્ધ કરવા પૂર્વે ‘ઓપરેશન લોટસ’ શરૂકરવાની માહિતી મળી છે. એમાં જવાબદારી પક્ષપલ્ટો કરીને આવેલા વિધાનસભ્યોને સોંપવામાં આવી છે. એવી રાજકીય વર્તુળોમાં ચર્ચા છે. ભાજપે કર્ણાટકમાં ‘ઓપરેશન લોટસ’ હાથ ધરીને ત્યાં કમળ ખિલાવ્યું હતું. તે પદ્ધતિથી હવે મહારાષ્ટ્રમાં તૈયારી શરૂ કરી છે.મહારાષ્ટ્રમાં ઓપરેશન લોટસની જવાબદારી આયાત કરેલા કોંગ્રેસ અને એનસીપીથી પક્ષપલ્ટો કરીને આવેલા વિધાન સભ્યોને સોંપી છે. આમાં ગણેશ નાઇક, નારાયણ રાણે, રાધાકૃષ્ણ પાટીલ અને બબનરાવ પાચપુતેને જવાબદારી સોંપી છે.

ભાજપે કર્ણાટક ‘ઓપરેશન લોટસ’ હાથ ધર્યું હતું અને સત્તા સ્થાપના કરી હતી. કર્ણાટકમાં ભાજપમાં સૌથી મોટો પક્ષ હતો, પણ કોંગ્રેસે અને જેડીએસએ સરકાર રચી હતી. નારાજ થયેલા ૧૭ વિધાનસભ્યો ભાજપમાં જોડાયા અને ત્યાં સરકારને પાડીને સૂત્ર હાથ ધર્યું હતું. કર્ણાટકના બળવાખોર વિધાનસભ્યોને મુંબઈની રેનિસાન્સ (જે હાલમાં એનસીપી વિધાનસભ્ય છે.) હોટેલમાં રાખ્યા હતા. કોંગ્રેસ જેડીએસ સરકાર બહુમત સિદ્ધ કરી શકી નહીં, કારણ કે ૧૭ ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા.

આથી બહુમતીનો આંકડો નીચે ગયો અને ભાજપે સરળતાથી સત્તા મેળવી લીધી હતી.ભાજપને બહુમત સિદ્ધ કરવા માટે અન્ય પક્ષનો વિધાનસભ્યોના સમર્થનની જરૂર છે. તેના સિવાય શક્ય નથી. આથી ભાજપે અન્ય પક્ષથી એટલે કે આયાત કરાયેલા જે દિગ્ગજનેતા છે તેને વિધાનસભ્યો ફોડી લાવવા કામે લગાડી દીધા છે. કોંગ્રેસના સિનિયર નેતા રાધાકૃષ્ણ પાટીલ, નારાયણ રાણે અનુભવી છે. એનસીપીના વડા શરદ પવારની નજીક મનાતા ગણેશ નાઇક છે. આથી જે પક્ષથી આવેલા છે. તેઓ વિધાનસભ્યોને ફોડીને લાવવાની જવાબદારી સોંપી છે, એવું જાણવા મળ્યું છે. કોંગ્રેસના વિધાનસભ્યે ફોડવાનો પ્રયત્ન કર્યો હતો. એવો આક્ષેપ પક્ષ નેતા અશોક ચવ્હાણે કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *