આપણા ઘરમાં રહેલી આ વસ્તુ જ છે કોરોનાની દવા, ભલભલા કોરોનાગ્રસ્ત લોકો માટે છે ચમત્કારી ઈલાજ

કાળી મરી કોરોના વાયરસની સારવાર માટે બનાવવામાં આવતી દવામાં ખૂબ મદદરૂપ થઈ શકે છે. ભારતીય સંશોધનકારોની એક ટીમ દાવો કરે છે કે, કાળા મરીમાં મળતું…

કાળી મરી કોરોના વાયરસની સારવાર માટે બનાવવામાં આવતી દવામાં ખૂબ મદદરૂપ થઈ શકે છે. ભારતીય સંશોધનકારોની એક ટીમ દાવો કરે છે કે, કાળા મરીમાં મળતું પેપરિન તત્વ કોરોના વાયરસનો નાશ કરી શકે છે, જે કોવિડ -૧૯ રોગનું કારણ છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ફિઝિક્સ વિભાગના સંશોધનકારોએ એક અધ્યયનમાં આ વાતનો ખુલાસો કર્યો છે.

મુખ્ય સંશોધનકર્તા ઉમાકાંત ત્રિપાઠીએ કહ્યું, “અન્ય વાયરસની જેમ, સાર્સ-કોવી-૨ માનવ શરીરના કોષોમાં પ્રવેશ માટે સપાટી પ્રોટીનનો ઉપયોગ કરે છે. તેણે અને તેની ટીમે એક કુદરતી તત્વ શોધી કાઢ્યું છે, જે આ પ્રોટીનને બાંધશે અને વાયરસને માનવ કોષોમાં પ્રવેશતા અટકાવશે”.

વૈજ્ઞાનીકો કોરોના વાયરસ સિસ્ટમમાં વિક્ષેપ લાવી શકે તેવા સંભવિત તત્વોને ઓળખવા માટે અત્યાધુનિક મોલેક્યુલર ડોકીંગ અને મોલેક્યુલર ડાયનામિક્સ સિમ્યુલેશન તકનીકોનો ઉપયોગ કર્યો હતો. આ માટે સંશોધનકારોએ સામાન્ય રસોડા ના મસાલામાં હાજર ૩૦ અણુઓનો ઉપયોગ કર્યો અને તેમાં છુપાયેલા દવાનો ગુણ શોધી કાઢ્યો.

આ અધ્યયનના નિષ્ણાતોએ શોધી કાઢ્યું છે કે, મરીમાં હાજર એક આલ્કલોઇડ પેપેરિન હાજર હોય છે અને જે તેના  તીખા હોવાનું કારણ છે, તેના લીધે તે કોરોના વાયરસનો મજબૂત રીતે સામનો કરી શકે છે. ઉમાકાંત ત્રિપાઠીએ ‘ભારતીય સાઈન્સ વાઇરસ’નો હવાલો આપ્યો અને કહ્યું,  “આ પરિણામ ખૂબ જ આશાસ્પદ છે. આ અધ્યયનમાં કોઈ શંકા નથી. જો કે, વધુ પુષ્ટિ માટે પ્રયોગશાળામાં વધુ સંશોધન જરૂરી છે”.

ઓડિશા બાયોટેક કંપની આઇએમજીએનએક્સઇએક્સ [IMGENEX] ઈન્ડિયા પ્રા.લિમિટેડના બાયોલોજીક્સના ડિરેક્ટર, અશોક કુમારના સહયોગથી આ ચોક્કસ તત્વનું  પ્રયોગશાળાઓમાં પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. સંશોધનકારોએ જણાવ્યું હતું કે, કમ્પ્યુટર આધારિત અભ્યાસ પ્રયોગશાળામાં, પરીક્ષણ પહેલા એક તબક્કો હોય છે. જો આ પરીક્ષણ સફળ થાય તો  મોટી સફળતા મળશે.  કાળા મરી એક કુદરતી ઉત્પાદન છે જેની કોઈ આડઅસર નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *