ગર્લફ્રેન્ડને જૂના ફોટો બતાવી બ્લેકમેઇલ કરીને પરિણીત પ્રેમીએ બળાત્કાર ગુજાર્યો.

સુરતના ઉધના વિસ્તારમાં રહેતી અને સાડી પર લેસની ડીઝાઈનના ક્લાસ ચલાવતી યુવતી સાથે તેના જ પૂર્વ પ્રેમીએ બળાત્કાર ગુજાર્યો હતો. આઠેક વર્ષ પહેલા તેઓ વચ્ચે…

સુરતના ઉધના વિસ્તારમાં રહેતી અને સાડી પર લેસની ડીઝાઈનના ક્લાસ ચલાવતી યુવતી સાથે તેના જ પૂર્વ પ્રેમીએ બળાત્કાર ગુજાર્યો હતો. આઠેક વર્ષ પહેલા તેઓ વચ્ચે પ્રેમ સંબંધ હતો ત્યારે તેઓએ સાથે ફોટા પડાવ્યા હતા. ત્યાર બાદ વેપારીના લગ્ન થઈ ગયા હતા. વેપારીએ જૂના ફોટો યુવતીને બતાવીને બ્લેક મેલ કરીને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઉધના વિસ્તારમાં રહેતી 28 વર્ષિય આયેશા( નામ બદલ્યું છે)આઠેક વર્ષ પહેલા સલાબતપુરામાં સાડિ પર ડિઝાઈન માટેના ક્લાસમાં નોકરી કરતી હતી.

ધમકી આપી ગુજાર્યો બળાત્કાર

સુરતના વેપારી વિષ્ણુ રજનીકાંત પુઠાવાલા(રહે. મંછરપુરા,ગલેમંડી મેઇન રોડ) સાડી પર લેસના ડિઝાઈન માટે આવતો હતો. તેથી વિષ્ણુની આયેશા સાતે મિત્રતા થઈ હતી. મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. તેઓ નિયમિત મળતા હતા. ત્યાર બાદ તેઓએ ભાગીદારીમાં સાડી પર લેસ લગાવવાનું કામ શરૂ કર્યું હતું. તે સમયે અંગત પળોના ફોટો પાડી રાખ્યા હતા. ત્યાર બાદ વિષ્ણુના લગ્ન થઈ ગયા હતા.

હવે આટલા વર્ષો બાદ વિષ્ણુએ આયેશાને ફોન કરીને ઉધનામાં પોસ્ટલ કોલોની પાસે બોલાવી હતી. ત્યાં વિષ્ણુએ આયેશાને જૂના અંગત પળોના ફોટો-વીડિયો બતાવ્યા હતા. એટલું જ નહીં, તેની સાથે શરીર સંબંધ નહી રાખે તો અંગત પળોના ફોટો અને વીડિયો વાઇરલ કરીને બદનામ કરવાની ધમકી આપી હતી. ત્યાર બાદ વિષ્ણુએ આયેશા સાથે બળાત્કાર ગુજાર્યો હતો. આયેશાએ વિષ્ણુ વિરુદ્ધ ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *