બ્લેકમેલીંગ : તું પૈસા નહી આપે તો તે વ્હોટ્સએપ કરેલા ફોટો, વિડીયોકોલ તારા પતિને મોકલી દઇશ

લિંબાયત વિસ્તારમાં રહેતી બે સંતાનોની માતા એવી 28 વર્ષીય પરિણીતા પાસે અગાઉ તેના પાડોશમાં જ રહેતા પરિણીત પ્રેમીએ તેના ફોટા અને વિડિયો પતિ-સંબંધીઓને મોકલવાની ધમકી…

લિંબાયત વિસ્તારમાં રહેતી બે સંતાનોની માતા એવી 28 વર્ષીય પરિણીતા પાસે અગાઉ તેના પાડોશમાં જ રહેતા પરિણીત પ્રેમીએ તેના ફોટા અને વિડિયો પતિ-સંબંધીઓને મોકલવાની ધમકી આપી રૃ.20,000 પડાવ્યા બાદ વધુ પૈસાની માંગણી કરતા પરિણીતાએ પતિ સાથે મળી પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રેમીની ધરપકડ કરી છે.

રાજસ્થાનની વતની અને સુરતમાં લિંબાયત વિસ્તારમાં માર્કેટમાં મજૂરીકામ કરતાં પતિ તેમજ એક પુત્રી અને પુત્ર સાથે રહેતી 28 વર્ષીય પરિણીતાનો પરિચય વર્ષ અગાઉ સોસાયટીમાં રહેતાં રાજુરામ અન્નારામજી ચૌધરી સાથે થયો હતો. વતન તરફનો હોવાથી તેની પત્ની સુનીતા સાથે પરિણીતાને ગાઢ મિત્રતા હતી અને રાજુરામ સાથે પણ વાતચિત થતી અને નંબરની આપ-લેથયા બાદ કોલ અને વ્હોટ્સએપ મેસેજથી વાતચિત વધતા પ્રેમસબંધ બંધાયો હતો. અને ત્યારબાદ બંને એકેમેકને ફોટો મોકલતા અને વિડીયોકોલ કરતા હતા.

થોડો સમય બાદ રાજુરામ અહીથી ઘર ખાલી કરી અંત્રોલી રાધાકૃષ્ણ એપાર્ટમેન્ટમાં રહેવા ગયો ત્યારે પણ જોકે પરિણીતા સાથે વાતચિત ચાલુ રહી હતી. એક મહિના પહેલા રાજુરામે મારી ભાણેજ સેલ ખાઇ ગઇ છે તેની સારવાર માટે રૃા.10 હજાર જોઇએ છે તેમ કહેતા પરિણીતાએ આપવાનો ઇન્કાર કરતા રાજુરામે જીદ કરી હતી. જેથી તેને પોતાની પાસેથી રૃા.5000 અને દેરાણી પાસે રૃા.5000 લઇને આપ્યા હતા. બીજા દિવસે રાજુરામે ફરી રૃા.10 હજાર માગતા પરિણીતાએ મારી પાસે  પૈસા નથી કહી દીધું હતું.

જેથી રાજુરામે ધમકી આપી કે,  જો તું મને પૈસા નહીં આપશે તો તે જે મને વ્હોટસએપ ઉપર ફોટા મોકલ્યા છે તે તેમજ આપણી વચ્ચે જે વિડીયોકોલ થી વાત થઈ છે તે વિડીયો હું તારા પતિને તથા સગા-સંબંધીઓને મોકલી દઈશ. આથી ગભરાયેલી પરિણીતાએ દિલ્હી ખાતે રહેતા બનેવીને ફોન કરી પાડોશીને પૈસાની જરૃર છે તેમ કહી રાજુરામના એકાઉન્ટમાં રૃ.10,000 જમા કરાવ્યા હતા. બે દિવસ પહેલા રાજુરામે ફરી પૈસા માંગતા છેવટે  પરિણીતાએ પતિને જાણ કરી અને લિંબાયત પોલીસમાં ફરિયાદ નોંધાવતા ડ્રાઇવિંગનું કામ કરતા 29 વર્ષીય  રાજુરામની મોડીરાતે ધરપકડ કરાઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *