કતારગામ પોલીસ અને FOP ના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન, પોલીસ કમિશ્નર અજય તોમર રહ્યા હાજર

સુરતના કતારગામ પોલીસ સ્ટેશન અને FOP દ્વારા સતત સમાજ ઉત્થાનના કર્યો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજ કડીમાં સ્થાનિક પોલીસ મિત્રો દ્વારા આજરોજ રવિવાર બલ્ડ…

સુરતના કતારગામ પોલીસ સ્ટેશન અને FOP દ્વારા સતત સમાજ ઉત્થાનના કર્યો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજ કડીમાં સ્થાનિક પોલીસ મિત્રો દ્વારા આજરોજ રવિવાર બલ્ડ ડોનેશન કેમ્પ અને કેમ્પમાં લાભ લેનારને શ્રી રામકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માતૃશ્રી સાકરબેન ભીખાભાઈ આસોદરીયા રાહતદરે આધુનીક સારવાર કેન્દ્ર મફત ડેન્ટલ ચેક-અપ તથા હોમ્યોપેથીક દવાઓ વિનામુલ્યે આપવામા આવી. આ કાર્યક્રમમાં સુરત પોલીસ કમિશ્નર અજય તોમર, મેયર ડો.જગદિશ પટેલ, એડીશનલ કમિશ્નર એચ આર મુલીયાણા, ડીસીપી ભાવના પટેલ અને પોલીસ મથકના ઇન્સ્પેકટર બી ડી ગોહિલ સહિતના અધિકારીશ્રીઓએ હાજરી આપી હતી.

સુરત સહિત વિશ્વભરમાં ચાલી રહેલી કોરોના મહામારી વચ્ચે સુરત પોલીસ કોરોના વોરિયર બની કામ કરી રહી છે. ત્યારે સુરતમાં કતારગામ પોલીસ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ કમિશનર અજય તોમર પણ હાજર રહ્યા હતા અને લોકોને રક્તદાન કરવા અપીલ કરી હતી. અને કતારગામ પોલીસ મિત્ર ટીમ અને નવ્યા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તહી રહેલી કામગીરીને બિરદાવી હતી.

આ પ્રસંગે સુરત પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, કતારગામ પોલીસ સ્ટેશનમાં રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે. સુરતની જનતા સામાજીક જવાબદારી નિભાવવા માટે કેમ્પ રાખવામાં આવ્યો છે. લોકોને પણ અપીલ કરવામાં આવે છે કે આ અભિયાનમાં જોડાઓ. સુરત પોલીસ કમિશનરે અપીલ કરતા જણાવ્યું હતું કે, લોકો પણ સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરે.

આ કાર્યક્રમના સંયોજક જગદીશ બરવાળીયા અને ધીરુ માંડવીયાએ ત્રીશુલ ન્યુઝ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ કાર્યક્રમના આયોજનમાં કતારગામ FOP ટીમ, નવ્યા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ, કતારગામ મહિલા ટીમ, પ્રાઈડ એજ્યુકેશન ટ્રસ્ટ સહિતની સંસ્થાઓએ કતારગામ પોલીસ સ્ટેશનમાં ભૂતકાળમાં પણ અનેક સમાજ ઉપયોગી કાર્યક્રમો કર્યા છે અને આજે પણ રક્તદાન કેમ્પમાં ૧૦૦થી વધુ યુનિટ બોટલ રક્ત એકત્ર કરાયું હતું. અને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો થકી જનતા અને પોલીસ વચ્ચે સમન્વય અને સમાજના ઉદ્ધાર માટેના કાર્યક્રમો નું આયોજન થતું રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *