બોટ પલટી જતા મહારાષ્ટ્રમાં સર્જાઈ મોટી દુર્ઘટના, એક જ પરિવારના ૧૧ લોકો ડૂબ્યા

Published on: 3:32 pm, Tue, 14 September 21

મહારાષ્ટ્ર(Maharashtra): અમરાવતી(Amravati)માં એક મોટી દુર્ઘટના ઘટી છે, જ્યાં વર્ધા નદી(Wardha river)માં બોટ ડૂબી જતાં 11 લોકોના મોત(11 deaths) થયા છે. અકસ્માત બાદ 3 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે 8 ની શોધખોળ હજુ ચાલુ છે. અમરાવતીના ગલેગાંવ(Galegaon) વિસ્તારમાં બનેલી ઘટના બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી ચાલી રહી છે.

ધારાસભ્ય ઘટના સ્થળે પહોંચ્યા:
કહેવામાં આવી રહ્યું છે કે, હોડીમાં બેઠેલા લોકો ફરવા આવ્યા હતા અને સંતુલન ગુમાવ્યા બાદ હોડી પલટી ખાય ગઈ હતી. જોકે હજુ સુધી કોઈની ઓળખ થઈ શકી નથી. ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક ધારાસભ્ય દેવેન્દ્ર ત્યાં પહોંચ્યા અને બચાવ કામગીરીનો હિસાબ લીધો.

ગયા સપ્તાહની શરૂઆતમાં, આસામમાં એક મોટી દુર્ઘટના ઘટી હતી, જ્યાં જોરહાટ નદીમાં બે બોટ ટકરાઈ હતી. આ પછી એક બોટ પલટી ગઈ અને તેમાં સવાર 80 થી વધુ લોકો ડૂબી ગયા. અકસ્માતમાં મોટાભાગના લોકોનો આબાદ બચાવ થયો હતો. જ્યારે કેટલાક લોકો જાતે તરીને કિનારે આવ્યા હતા. આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું, જ્યારે ઘણા લોકો ગુમ થયા હતા.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, બંને બોટ અલગ અલગ દિશામાંથી આવતી હતી. એક બોટ જોરહાટના નિમતીઘાટથી માઝુલી આવી રહી હતી, જ્યારે બીજી બોટ માઝુલીથી જોરહાટ તરફ જઈ રહી હતી. સ્થાનિકો કહ્યું હતું કે, બોટ માઝુલી ઘાટથી માત્ર 100 મીટર દૂર હતી. લગભગ 25થી 30 બાઈક પણ બોટમાં રાખવામાં આવી હતી.

આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ અ અંગે જણાવ્યું હતું કે, સામસામે બંને બોટ અથડાઈ હતી. જેમાં એક ઊંધી વળી ગઈ હતી. હાલ તે બોટમાં કેટલા સવાર હતા તે અંગે શોધખોળ ચાલી રહી છે. જો કે અત્યાર સુધીમાં 42 લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યા છે. આમાં એક મહિલાનું મોત થયું હતું. જ્યારે 4 લોકો ગુમ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

રેસ્ક્યૂ ઓપરેશન ચલાવીને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમેં લોકોનો જીવ બચાવી લીધો હતો. આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ દુર્ઘટના પછી દુઃખ વ્યક્ત કર્યું છે. તેઓએ રાજ્યના મંત્રી બિમલ બોહરાને તરત ઘટના સ્થળે પહોંચવાના આદેશ જાહેર કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.