હોટલોમાં જમવા જતા લોકો માટે અમદાવાદની લાલબત્તી સમાન ઘટના, ઢોકળામાં નીકળેલી જીવાતનો વિડીયો થયો વાયરલ

અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલી પ્રખ્યાત અતિથી હોટલમાં એક ફેમીલી જમવા ગયેલુ હતું. ત્યારે તેને ઓડર કરેલ ઢોકળામાં જીવડાંનો વીડિયો ઉતારીને AMCના હેલ્થ વિભાગને મોકલી ઓનલાઈન…

અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલી પ્રખ્યાત અતિથી હોટલમાં એક ફેમીલી જમવા ગયેલુ હતું. ત્યારે તેને ઓડર કરેલ ઢોકળામાં જીવડાંનો વીડિયો ઉતારીને AMCના હેલ્થ વિભાગને મોકલી ઓનલાઈન ફરિયાદ કરી છે. હોટેલના મેનેજરને જીવાતની ફરિયાદ કરી ત્યારે તેમને આ વાતનો ઈન્કાર કર્યો હતો અને કહ્યું હતું કે, વરસાદને લીધે જીવાત આવતી હોય છે એમાં અમે શું કરીએ? AMCના હેલ્થ વિભાગને ફરિયાદ કરી હોવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જાણવા મળી રહ્યું છે કે, થલતેજ વિસ્તારમાં રહેતા તેજસ મોજીત્રા ફેમીલી સાથે અતિથી હોટલમાં શનિવારે એક વાગ્યાની આસપાસ જમવા ગયા હતા. તેને ઢોકળાનો ઓડર આપ્યો હતો. ત્યારે થાળીમાં ઢોકળા આવતા તેમાં જીવાત નીકળી હતી. આ સમયે તેજસભાઈ અને તેમના ફેમીલીએ હોટલના વેઈટર અને મેનેજરને બોલાવીને ફરિયાદ કરી હતી.

હોટલના મેનેજરે કહ્યું કે, વરસાદ હોવાથી જીવાત આવી હશે પરંતુ તમારે જે કાંઈ વાત કરવી હોય તે મારી કેબીનમાં આવીને કહો અત્યારે અન્ય ગ્રાહકો જમી રહ્યા છે. તે સમયે તેજસભાઈએ કહ્યું કે, અમારે જમવામાં જીવાતો ખાવવાની એવું તમે કહો છે.

આ પછી તેજસભાઈ વીડિયો બનાવીને તરત AMCના હેલ્થ વિભાગને મોકલીને અતિથી હોટલ સામે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. વધારેમાં તેજસભાઈએ જણાવ્યું હતું કે, પોશ વિસ્તારમાં આવેલી મોટી હોટલમાં જો ગ્રાહકને જીવાતવાળું જમવાનું પીરસવામાં આવતું હોય તો કોર્પોરેશને કડક પગલા ભરવા જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *