ફિલ્મ જગતમાં છવાયો શોકનો માહોલ: 20 વર્ષીય એક્ટ્રેસનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો

Published on: 5:21 pm, Sat, 14 May 22

આપઘાત તેમજ હત્યાના કેસો ખુબ જ વધી રહ્યા છે. એવામાં એક એક્ટ્રેસ (Actress)ના આપઘાતના સમાચાર મળી આવ્યા છે. કેરળ (Kerala)ની કોઝિકોડ (Kozhikode)ની 20 વર્ષિય મોડલ(Model) અને એક્ટ્રેસ શહાનાનો મૃતદેહ તેનાં ઘરની બારીની રેલિંગથી લટકેલી મળી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને શહાનાનાં પતિ સજદની પૂછપરછ કરી હતી. દોઢ વર્ષ પહેલાં શહાના અને સજદનાં લગ્ન થયા હતાં. બંને કોઝિકોડથી આશરે 14 કિલોમીટર દૂર પરમબિલ બજાર વિસ્તારમાં રહેતા હતાં. જ્યાંથી શહાનાનું શબ મળી આવ્યું છે. ઘટનાની જાણ થતા શોકનો માહોલ છવાઈ ગયો હતો.

9 3 - Trishul News Gujarati Actress, kerala, Kozhikode, Model

આ ઘટનામાં શહાનાની માતા અને સંબંધીઓએ મોડલના મોતને હત્યા ગણાવી છે. તેઓ માને છે કે શહાનાએ આત્મહત્યા નથી કરી, પરંતુ તેનો જીવ લેવામાં આવ્યો છે. તેઓએ આનો આરોપ શહાનાના પતિ સજ્જાદ પર લગાવ્યો છે. શહાનાની માતાએ કહ્યું- ‘મારી પુત્રી હંમેશા તેના પતિ વિશે કહેતી હતી અને મારપીટ વિશે પણ કહેતી હતી. મારી પુત્રી ઘરેલુ હિંસા વિશે કહેતી હતી. તે તેના પર હાથ ઉપાડતો હતો. શહાનાની માતાએ કહ્યું કે, સજાદે શહાનાને ધમકી આપી હતી કે જો તેણે જાહેરાતના પૈસાનો ચેક નહીં આપ્યો તો તે તેને મારી નાખશે અને તે હવે આ દુનિયામાં નથી.

10 2 - Trishul News Gujarati Actress, kerala, Kozhikode, Model

શહાનાની માતાએ શું કહ્યું?
શાહાનાની માતાના જણાવ્યા મુજબ તે ક્યારેય આપઘાત કરી શકે નહિ. વધુમાં તેની માતાએ જણાવ્યું હતું કે, તેણે અમને તેના 20માં જન્મદિવસ માટે આમંત્રણ પણ આપ્યું હતું. તે તેના જન્મદિવસને લઈને ખૂબ જ ઉત્સાહિત હતી. અમે બધા તેનો જન્મદિવસ ઉજવવાનું આયોજન કરી રહ્યા હતા.” આ સાથે તેણે એમ પણ કહ્યું કે, ‘તેણે મારો સંપર્ક ગુરુવારે જ કર્યો હતો.’ તેણે મને કહ્યું કે તે તેનો જન્મદિવસ ઉજવવા ઘરે આવશે. હું માની નથી શકતી કે તેણે આત્મહત્યા કરી હશે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.