સુરતના આ વિસ્તારમાં એક ઘરમાં ચોરી કરવા આવેલા ચોરનો મૃતદેહ મળતા ચકચાર

સુરત(Surat): શહેરમાં ગુનાઓ સતત વધતા જણાઈ રહ્યા છે. ત્યારે હાલ વધુ એક ઘટના સામે આવી છે. સુરતના કાપોદ્રા(Kapodra) વિસ્તારમાં ચોરી કરવા ગયેલા તસ્કરને મોત મળ્યું…

સુરત(Surat): શહેરમાં ગુનાઓ સતત વધતા જણાઈ રહ્યા છે. ત્યારે હાલ વધુ એક ઘટના સામે આવી છે. સુરતના કાપોદ્રા(Kapodra) વિસ્તારમાં ચોરી કરવા ગયેલા તસ્કરને મોત મળ્યું હતું. રાત્રિ દરમિયાન ચોરી કરવા નીકળેલો તસ્કર કાપોદ્રાની મમતા પાર્ક સોસાયટી (Mamta Park Society)ના વિભાગ-1માં ગયો હતો.

મમતા પાર્ક સોસાયટીમાં ઘર નંબર 114ની વાસણ સાફ કરવાની ગેલેરીમાંથી મૃત હાલતમાં સવારે મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી. ત્યારબાદ આ અંગે સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં મૃતક રીઢો આરોપી હોવાનું અને 10 ગુના આચર્યા હોવાનું સામે આવ્યું હતું. હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

માથાના ભાગે વાગેલું હતું:
આ ઘટના અંગે મમતા પાર્કમાં રહેતા રોનક જાસોલિયાએ જણાવ્યું હતું કે, ‘અમે સવારે પોણા સાત વાગ્યા આસપાસ ઘરનો પાછળની સાઈડનો ગેલેરીનો દરવાજો ખોલ્યો તો જાણ થઈ કે અહિં કોઈનો મૃતદેહ પડ્યો છે. જેથી પોલીસને જાણ કરી હતી. આસપાસ તપાસ કરી તો પાડોશીઓની ગેલેરીમાં પણ લોહીના ડાઘા મળી આવ્યાં હતાં. આ કોઈ અજાણ્યો અમને પ્રાથમિક તબક્કે લાગતો હતો. જે ક્યા ઈરાદે આવ્યો તે ખબર નથી પરંતુ ચોરી કરવા આવ્યો હોય તેવું લાગતું હતું. તેના માથાના ભાગે વાગેલું હતું અને લોહી નીકળેલું હતું. અમે આસપાસના ઘરમાં તપાસ કરી તો કોઈને ત્યાં કશુ ચોરાયાનું સામે આવ્યું નથી.’

મૃતક રીઢો આરોપી:
મળતી માહિતી અનુસાર, કાપોદ્રા વિસ્તાર મમતા પાર્ક સોસાયટી વિભાગ 1માં મોતને ભેટનાર અજય ઉર્ફે બોરો રામુભાઇ વસાવા હતો. જાણવા મળ્યું છે કે, અજય ઉપર અમરોલી પોલીસ સ્ટેશનમાં 9 ગુના નોધાયેલા છે. જ્યારે રાજપીપળામાં અને કોસંબામાં પણ ગુના નોધાયેલા છે. હાલ અજયના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. તેમજ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *