સુરતમાં મહિલાની સળગતી હાલતમાં લાશ મળતા ચકચાર- રહસ્યમય મોતથી સંતાનોએ ગુમાવી માતાની છત્રછાયા

સુરત (Surat): એક હચમચાવનારી ઘટના ગુજરાત રાજ્યમાં આવેલા સુરત શહેર માંથી સામે અવી છે. સુરતમાં આવેલા ડીંડોલીમાં એક હચમચાવતી ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર…

સુરત (Surat): એક હચમચાવનારી ઘટના ગુજરાત રાજ્યમાં આવેલા સુરત શહેર માંથી સામે અવી છે. સુરતમાં આવેલા ડીંડોલીમાં એક હચમચાવતી ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી108 એમ્બ્યુલન્સની ટીમ છે. કાલે સવારે ડીંડોલી વિસ્તારમાં સળગતી હાલતમાં એક મહિલાની લાશ મળી આવી હતી. 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે આવી પહોચી હતી અને ફાયર એક્સ્ટિંગ્યુસર બોટલ થકી આગ પર કાબૂ મેળવામાં આવ્યો હતો. જો કે, દુઃખત વાત તો એ છે કે મહિલા સંપૂર્ણપણે બળી જતા તેનું કરુણ મોત નીપજ્યું હતું.

મળેલી માહિતી અનુસાર ડીંડોલી વિસ્તારમાં સુજીદેવી ચૌધરી તેમના પરિવાર સાથે રહેતા હતા. કાલે સવારે સુજીદેવી ઘરમાંથી સળગતી હાલતમાં મળી આવ્યા હતા. આ સમગ્ર ઘટનાની જાણ 108 એમ્બ્યુલન્સની ટીમને થતા તરતજ ઘટના સ્થળે આવી પહોચી હતી અને સળગતી મહિલાને ફાયર એક્સ્ટિંગ્યુસર બોટલની મદદથી આગને બુઝાવી હતી. જો કે, એ પહેલાં જ મહિલાનું મોત નીપજી ચૂક્યું હતું.

108ની એક મહિલા કર્મચારીએ મહિલાનો જીવ બચાવવા માટે જાતે જ ફાયર વિભાગનું કામ કર્યું હતું. સવારે લગભગ સાડા નવ વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનામાં 108ની મહિલા કર્મચારીની સરાહનીય કામગીરી કરી હતી. દુઃખત વાતતો એ છે કે, 08ના મહિલા કર્મચારીની અથાગ મહેનત બાદ પણ મહિલાનો જીવ બચાવામાં સફળતા મળી નથી.

મળેલી માહિતી અનુસાર સુરત શહેરમાં આવેલા ડીંડોલી વિસ્તારમાં સુજીદેવી તેના પરિવાર સાથે રહેતી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર સુજીદેવીનો પતિ ચાર દિવસ અગાઉ રાજસ્થાન મંદિરે ગયો હતો. સુજીદેવીના પરિવારમાં બે બાળક અને એક દીકરી છે.સુજીદેવીની ઉંમર આશરે 40 થી 45 વર્ષ છે. પરિવારમાંથી હાલ કોઈ હાજર ન હોવાના કારણે વધુ માહિતી મળી નથી. ત્યારે ડીંડોલી પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *