‘મિત્રને પેટ્રોલના પૈસા આપવા જાવ છું’ કહીને અડધી રાતે ઘરેથી નીકળેલા યુવકની લાશ મળી- ચોધાર આંસુએ રડ્યો પરિવાર

Bardoli News: બારડોલીના માંડવી તાલુકા (Mandvi, Bardoli) માં 21 વર્ષીય યુવકના મોતના સમાચાર સામે આવ્યા છે. મિત્રને પેટ્રોલના રૂપિયા આપવા ગયેલા યુવકની લાશ મળી આવતા…

Bardoli News: બારડોલીના માંડવી તાલુકા (Mandvi, Bardoli) માં 21 વર્ષીય યુવકના મોતના સમાચાર સામે આવ્યા છે. મિત્રને પેટ્રોલના રૂપિયા આપવા ગયેલા યુવકની લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે. જુવાનજોધ દીકરાની મોતના સમાચાર સાંભળતા જ પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી, અને સમગ્ર પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.

બારડોલીના માંડવી તાલુકાના મોટી ચેર ગામે રહેતો 21 વર્ષીય નીરવ જયેશભાઈ ચૌધરી રાતના લગભગ બે વાગ્યે ઘરેથી એમ કહીને નીકળ્યો હતો કે, ‘મિત્ર નું પેટ્રોલ પતી ગયું છે તેને રૂપિયા આપવા જાઉં છું.’ ત્યારબાદ લાંબા સમયે ઘરે પરત ન ફરતા પરિવારને ચિંતા થઈ હતી અને તેની શોધખોળ શરૂ કરી હતી. તે દરમિયાન ગત 15મી મેના રોજ નિરવ ચૌધરીનો મૃતદેહ મળી આવ્યો હતો. રતનિયા ગામમાં આવેલા તળાવમાં યુવકનો વૃદ્ધે મળી આવ્યો હતો, પોલીસે ઘટનાની જાણકારી મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

માંડવીના મોટીચેર ગામે ગોડાલસા ફળિયામાં રહેતો 21 વર્ષ નિરવ હાલ અભ્યાસ કરી રહ્યો હતો. ગત બારમી મેના રોજ અડધી રાત્રે 2:00 વાગ્યે ઘરેથી એમ કહીને નીકળ્યો હતો કે, ‘મારા મિત્રની મોટરસાયકલ નું પેટ્રોલ પૂરું થઈ ગયું છે, તેની પાસે પૈસા નથી એટલે કણજા ગામે પેટ્રોલ પંપ પર રૂપિયા આપવા જાવ છું’ આવું કહીને નિરવ રાતના બે વાગ્યે ઘરેથી નીકળ્યો હતો.

લાંબા સમય નિરવ ઘરે ન આવતા પરિવારને ચિંતા થઈ હતી અને તેને શોધખોળ આદરી હતી. લાંબા સમયે નીરવની પેશનપ્રો બાઈક વાંકલા ગામની સીમમાં કાકરાપાર ડાબાળ કાંઠા કેનાલની બાજુમાં માંડવી થી વ્યારા જતા રોડ પર મળી આવી હતી. ત્યારબાદ સતત નિરવની શોધ પણ ચાલુ હતી. ત્યારે કેટલા દિવસો બાદ રતનિયા ગામના પાણીના તળાવમાંથી નીરવ ચૌધરી નો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે તળાવમાંથી નીરવની લાશ બહાર કાઢીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. નીરવ સાથે શું થયું તેનું કોઈ જાણકારી મળી નથી, પોલીસ હાલ ઘટનાની તપાસમાં લાગી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *