ભયંકર માર્ગ અક્સ્માતમાં એકસાથે પાંચ ભાઈઓની અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચઢ્યું ‘ઓમ શાંતિ’

ભરતપુર(Bharatpur)માં મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત(Accident)માં પાંચ ભાઈઓના કરૂણ મોત નીપજ્યા હતા. આ પૈકીના એક ભાઈના લગ્ન આઠ દિવસ પહેલા થયા હતા. તમામ ભાઈઓ…

ભરતપુર(Bharatpur)માં મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત(Accident)માં પાંચ ભાઈઓના કરૂણ મોત નીપજ્યા હતા. આ પૈકીના એક ભાઈના લગ્ન આઠ દિવસ પહેલા થયા હતા. તમામ ભાઈઓ લગ્ન પ્રસંગે ખરીદેલી નવી કારમાં ફરવા નીકળ્યા હતા. ઘટનાની જાણ થતાં ગામમાં ચકચાર મચી ગઈ હતી.

મામલો ભરતપુરના પહાડી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. બુધવારે રાત્રે 11 વાગ્યાના સુમારે એક ઝડપી બોલેરોએ વેન્યુ કારને ઉડાવી દીધી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે વેન્યુ કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘાયલોને કારમાંથી બહાર કાઢ્યા હતા. આ પછી, પોલીસ પહોંચી ઘાયલોને પહાડીની સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા. અહીં સારવાર દરમિયાન બે સગીર સહિત પાંચ ભાઈઓના મોત નીપજ્યા હતા.

પોલીસે જણાવ્યું હતું કે, બરખેડા નજીક માર્ગ અકસ્માત સર્જનાર બોલેરોમાં સાત લોકો સવાર હતા. જેમને ઘણી બધી ઈજાઓ થઈ છે. જોકે, ઘાયલો વિશે હજુ સુધી માહિતી મળી નથી. મૃતકના સંબંધીઓએ જણાવ્યું કે વસીમ (18), આશિક (17), અરબાઝ (22), પરવેઝ (16) અને આલમ (19) બુધવારે સાંજે લગભગ 7 વાગે ખાંડેવાલાથી બજાર માટે નીકળ્યા હતા.

ઘરમાં 8 દિવસ પહેલા લગ્ન હતા. બધા ભાઈઓ પ્રસંગમાં આવ્યા હતા. મોડી રાત્રે પહાડી નગરના બજારમાં ફરતા તે પોતાના ગામ ખાંડેવાલા આવી રહ્યા હતા. ત્યારે બરખેડા ગામ પાસે પાછળથી આવતી એક બોલેરોએ બાળકોની કારને ટક્કર મારી હતી. અરબાઝ, પરવેઝ, વસીમ ત્રણેય એક જ પરિવારના હતા. જ્યારે આશિક (17) તેની બહેનનો પુત્ર હતો. આલમ (19) તેના મામાનો પુત્ર હોવાનું કહેવાય છે. બનાવને પગલે સમગ્ર પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

સંબંધીઓએ જણાવ્યું કે, વસીમના લગ્ન 8 દિવસ પહેલા થયા હતા. લગ્ન હોવાથી તમામ સગા સંબંધીઓ ઘરે આવી ગયા હતા. આશિક અને આલમ પણ ખુદ લગ્નમાં હાજરી આપવા આવ્યા હતા. પરિવારે 8 દિવસ પહેલા લગ્ન માટે નવી કાર ખરીદી હતી. જેથી બધા બજારમાં ગયા હતા અને આ ઘટના સર્જાઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *