લગ્ન પહેલા શિલ્પા શેટ્ટીની આ તસ્વીરોએ આખા દેશમાં હંગામો મચાવ્યો હતો- જાણો એવું તો શું થયું હતું?

Published on: 5:30 pm, Sat, 31 July 21

હાલમાં બોલીવુડ ફિલ્મજગતમાં ખુબ પ્રખ્યાત એવી શિલ્પા શેટ્ટી અને એમના પતિ રાજ કુંદ્રા પોર્ન રેકેટને લીધે ખુબ ચર્ચામાં રહ્યા છે. રાજ કુંદ્રાની લાઇફ કૉન્ટ્રોવર્શિયલ રહી છે. જો કે, પતિની જેમ જ શિલ્પા પણ કેટલા વિવાદોમાં આવી ચૂકી છે. એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં શિલ્પાની રાઇડ રોલર કોસ્ટર જેવી રહી છે. આજે આપણે શિલ્પા શેટ્ટીના જીવનના કેટલાક વિવાદ અંગે વાત કરીશું.

શિલ્પાના આ વિવાદોએ સર્જ્યો હતો હંગામો:

1.બિનજામીન પાત્ર વોરંટ:
વર્ષ 2006માં મદુરાઈ કોર્ટ દ્વારા શિલ્પા શેટ્ટી અને રીમા સેન વિરુદ્ધ બિનજામીન પાત્ર વોરંટ ઇશ્યૂ કરવામાં આવ્યું હતું. આ બંને પર આક્ષેપ લાગ્યો હતો કે, તેમણે અશ્લીલ રીતે પોઝ આપ્યો હતો. ફરિયાદકર્તા દક્ષિણામૂર્તિ મુદરાઈમાં એડવોકેટ હતા તેમજ તેમણે કોર્ટમાં અરજી કરી હતી.

જ્કયાં એમણે જણાવ્યું હતું કે, આ તસવીર ખુબ જ સેક્સી છે. શિલ્પા અને રીમાએ મેગેઝિન કવર માટે આ ફોટોશૂટ કરાવ્યું હતું. શિલ્પાએ જણાવ્યું હતું કે, તેને ખબર નથી પડતી કે તેની તસવીરમાં અશ્લીલ શું છે. જો નાભિ બતાવવી અશ્લીલતા છે તો ટ્રેડિશનલ ઇન્ડિયન આઉટફિટ સાડી પર તરત જ બૅન મૂકી દેવો જોઈએ.

bollywood actress shilpa shetty major controversy - Trishul News Gujarati Breaking News

2.’બિગ બ્રધર’ વિવાદ:
શિલ્પા શેટ્ટીએ બ્રિટિશ રિયાલિટી ટીવી શો ‘સેલિબ્રિટી બિગ બ્રધર’માં ભાગ લીધો હતો. ઘરની અંદર જેડ ગુડી સહિતના અન્ય કેટલાક સ્પર્ધકોએ શિલ્પા શેટ્ટી પર વંશીય ટિપ્પણી કરી હતી. શિલ્પા શેટ્ટી સાથે થયેલ ગેરવર્તનનો પડઘો છેક સંસદમાં પડ્યો હતો. ઘરમાં કેટલીકવખત શિલ્પા શેટ્ટી રડતી જોવા મળી હતી. આ શોની વિનર શિલ્પા શેટ્ટી જ હતી.

3.ખંડણી કેસ:
વર્ષ 2003માં શિલ્પા શેટ્ટીની માતાએ બેંગકોકમાં આવેલ સ્મોલ ટાઇમ ડોન ફઝલુર રહેમાન સાથે ડીલ કરી હતી. સુનંદા શેટ્ટીએ ફઝલુરને સુરતના શિવનારાયણ અગ્રવાલ (પ્રફુલ સાડીના માલિક) સાથેના ઝઘડાનું સેટલમેન્ટ કરવાનું જણાવ્યું હતું. આ સમયે શિલ્પા શેટ્ટીના માતા-પિતા પર ખંડણીનો આક્ષેપ મુકાયો હતો.

bollywood actress shilpa shetty major controversy2 - Trishul News Gujarati Breaking News

4.રિચર્ડ ગેર-શિલ્પા શેટ્ટીની કિસ:
વર્ષ 2007માં AIDS એટલે કે, ‘હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાઇરસ ઇન્ફેક્શન એન્ડ એક્વાયર્ડ ઇમ્યુન ડેફિશિયન્સી સિન્ડ્રોમ’ અવેરનેસ કેમ્પેઇનમાં હોલિવૂડ સ્ટાર રિચર્ડ ગેરે શિલ્પા શેટ્ટીને ગાલ પર કિસ કરી હતી. આ સમયે ખુબ મોટો વિવાદ સર્જાયો હતો. 26 એપ્રિલ, વર્ષ 2007ના રોજ રાજસ્થાન કોર્ટ દ્વારા શિલ્પા શેટ્ટી અને રિચર્ડ ગેર વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇશ્યૂ કરવામાં આવ્યું હતું. જોકે, ત્યારબાદ સુપ્રીમ કોર્ટ દ્વારા આ કેસ રદ્દબાતલ કરવામાં આવ્યો હતો.

5.સાધુની કિસે સર્જ્યો વિવાદ:
વર્ષ 2009માં શિલ્પા શેટ્ટી મુંબઈમાં આવેલ પવઈના સુવર્મા મંદિરમાં દર્શન કરવા માટે ગઈ ત્યારે મંદિરના સાધુએ શિલ્પાને ગળે લગાવીને કિસ કરી હતી. આ તસવીર ખુબ વાઇરલ થઈ હતી. જેનો સમગ્ર દેશમાં પ્રબળ વિરોધ કરવામાં આવ્યો હતો. શિલ્પાએ જણાવ્યું હતું કે, તે સાધુ તેની પિતાની ઉંમરના છે. કોઈ પિતા પોતાની દીકરીને ગાલ પર કિસ પણ ના કરી શકે?

bollywood actress shilpa shetty major controversy1 - Trishul News Gujarati Breaking News

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.