લક્ષ્મી બોમ્બનું ‘બુર્જ ખલીફા’ ગીત રીલીઝ, અક્ષય કિયારાની અદભૂત કેમેસ્ટ્રી – જુઓ વિડીયો

Published on: 4:41 pm, Sun, 18 October 20

અક્ષય કુમાર-કિયારા અડવાણી ની ફિલ્મ લક્ષ્મી બોમ્બના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ગીત આખરે રીલીઝ કરવામાં આવ્યું છે. આ ગીત રિલીઝ થયાના એક કલાકમાં ‘બુર્જ ખલીફા’ શીર્ષકને ચાર લાખથી વધુ વ્યૂ મળી ચૂક્યા છે. ગીતમાં અક્ષય-કિયારાની કેમિસ્ટ્રી લાજવાબ છે.

દુબઈ, અક્ષય અને કિયારાની રોમેન્ટિક કેમિસ્ટ્રીના સુંદર દ્રશ્યો વચ્ચે શૂટિંગ આ ગીતને મહત્ત્વ આપી રહ્યું છે. ગીતમાં અક્ષય અને કિયારાનો અલગ લૂક પણ જોવા મળી રહ્યો છે. જ્યારે અક્ષય શેખની સ્ટાઇલ માં , તો  કિયારા પણ ખૂબસુરત લાગી રહી છે. ગીતના રિલીઝ વિશે માહિતી આપતાં અક્ષયે લખ્યું- ‘અમે હમણાં જ વર્ષનો સૌથી મોટો ડાન્સ ટ્રેક રિલીઝ કર્યો છે, આનંદ મેળવવા માટે તૈયાર થઈ જઈએ’.

વાત કરીએ સંગીતની તો, બુર્જ ખલીફા ગીતને સંગીતકાર શશી અને ડીજે ખુશીએ સંગીત આપ્યું છે, તેમ જ આ ગીતમાં તેનો જ  અવાજ છે. તેના ગીતો ની લાઈનો  ગગન આહુજાએ લખી છે. લક્ષ્મી બોમ્બ ફિલ્મ એક હોરર કોમેડી ફિલ્મ છે. તેનું દિગ્દર્શન રાઘવ લોરેન્સ દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મનું નિર્માણ ફોક્સ સ્ટાર સ્ટુડિયો  દ્વારા થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle