ફ્રેક્ચર હતું ડાબા હાથમાં અને પ્લાસ્ટર ચડાવી દીધું જમણા હાથમાં, જાણો વધુ

TrishulNews.comઅમારી  યુ ટ્યુબ  ચેનલ સબસ્ક્રાઈબ કરો 

બિહારની મુખ્ય હોસ્પિટલ ગણાતી DMCHમાં ડૉક્ટરની કથિત બેદરકારીનો મામલો સામે આવ્યો છે. અહીં હાડકાંના રોગના વિભાગમાં કથિત રૂપથી સાત વર્ષના બાળકના ડાબા હાથના બદલે જમણાં હાથમાં પ્લાસ્ટર કરી દેવામાં આવતા હોબાળો મચ્યો છે. મંગળવારે આ મામલો સામે આવતાં જ આરોગ્ય વિભાગમાં હંગામો થવા લાગ્યો છે.

મામલાની જાણકારી મળતાં જ આરોગ્ય મંત્રી મંગળ પાંડેએ DCMH ના ડૉ. રાજ રંજન પ્રસાદને ફોન કરીને મામલાની તપાસ કરવા માટે નિર્દેશ આપ્યા છે. સાથે જ તેમણે હાડકાંના રોગના વિભાગના અધ્યક્ષને પણ હાજર રહેવા નિર્દેશ આપ્યો છે.

Loading...

આરોગ્ય મંત્રીના નિર્દેશ પર ડીને હાડકાંના વિભાગના અધ્યક્ષ ડૉ. લાલજી ચૌધરીને જવાબ આપવા માટે કહ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર, ડૉ. ચૌધરીએ કહ્યું કે, આ વિભાગમાં મોટી સંખ્યામાં દર્દીઓ આવે છે અને કોઇપણ બેદરકારી દાખવ્યા વિના બધાની સારવાર કરવામાં આવે છે. જો કોઇ બાળકના ખોટા હાથમાં કાચું પ્લાસ્ટર લાગી ગયું હોય તો સંભવતઃ આ એક માનવીય ભૂલ છે. વિભાગાધ્યક્ષ તરફથી આપવામાં આવેલા સ્પષ્ટીકરણની પ્રત પટના પણ મોકલી આપવામાં આવી છે.

બીજી તરફ મંગળવારે સવારે ખોટા હાથમાં પ્લાસ્ટર કર્યું હોવાની ફરિયાદ લઇને બાળકના વાલીઓ અધિક્ષક કાર્યાલય પહોંચ્યા હતા. અધિક્ષકે તપાસમાં જાણ્યું કે, કાચું પ્લાસ્ટર ડાબાના બદલે જમણા હાથમાં ચડાવી દીધું છે. બાળકને ડાબા હાથમાં ફ્રેક્ચર હતું. બાળકના પિતાએ અધિક્ષક સામે આરોપ લગાવ્યો કે વિભાગે ખોટા હાથમાં પ્લાસ્ટર લગાવ્યો ઉપરાંત બેન્ડેજ અને દવા પણ બહારથી લાવવા માટે કહેવામાં આવતું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો.