Controversy over murals of Hanumanji in Salangpur temple: હાલ બોટાદ સ્થિત સાળંગપુર મંદિરમાં ભગવાન રામના બકત અને બધા ભાવી ભક્તોના પ્રિય સાળંગપુર મંદિરમાં બનાવેલી “કિંગ ઓફ સાળંગપુર”ના નામથી જાણીતા એવા હનુમાનજી મહારાજીના ભીંતચિત્રોને લઈને એક વિવાદ સર્જાયો છે. યાત્રાધામ સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજીની 54 ફૂટ ઊંચી પ્રતિમાના ફાઉન્ડેશનની ફરતે જગ્યામાં હનુમાનજી સહજાનંદ સ્વામીને બે હાથ જાડી નમસ્કાર કરતા હોય એવી મુદ્રામાં ભીંતચિત્રમાં કંડારવામાં આવ્યા છે, જેને લઇને થયેલો વિવાદ હવે પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. ત્યારે હવે આ વિવાદને લઈને હવે સાધુ-સંતો મેદાનમાં ઉતર્યા છે. (Controversy over murals of Hanumanji in Salangpur temple)
ત્યારે બોટાદના રોકડિયા હનુમાન મંદિરના મહંત અને અખિલ ભારતીય શ્રી પંચ રામાનંદી અખાડાના મહંત પરમેશ્વર મહારાજે આ મુદ્દે 24 કલાકનું અલ્ટિમેટમ આપતાં કહ્યું છે કે, જો વિવાદાસ્પદ ભીંતચિત્ર હટાવી લેવામાં નહીં આવે તો હથિયાર ઉઠાવતાં પાછા નહીં પડીએ અને આ લોકોનો વધ કરી નાખીશ.
મહંત પરમેશ્વર મહારાજે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે હનુમાનજી સ્વામિનારાયણના દાસ નથી. હનુમાનજી ભગવાન રામના દાસ છે. સ્વામિનારાયણ મતલબ કોણ? સ્વામિનારાયણનો કોઈ સંપ્રદાય નથી. સ્વામિનારાયણનો કોઈ અખાડો નથી, સિદ્ઘાંત નથી, પંથ નથી. આ તો ફરજી બાબાનું ગ્રૂપ છે. આ લોકો તો બ્લેકના રૂપિયા વ્હાઇટ કરે છે. જો તેમના ભગવાન રામ કે શિવ નથી તો એ લોકો હનુમાનજીનાં ચરણોમાં કેમ પડ્યા છે? હનુમાનજીનાં વિવાદાસ્પદ ચિત્રો કેમ લગાવ્યાં?
તેમણે હાથમાં હથિયાર ઉઠાવતાં કહ્યું હતું કે, અમને લાગતું હતું કે એ લોકો સુધરી જશે અને એ લોકો સનાતની છે, પરંતુ આ લોકો સનાતની નથી, આ લોકો સનાતન ધર્મના વિરોધી છે. હનુમાનજીનું અપમાન કરનારાઓ પર અમે કેસ કરીશું. જો આગામી 24 કલાકમાં સાળંગપુરમાંથી વિવાદાસ્પદ ભીંતચિત્રો હટાવી લેવામાં નહીં આવે તો અમે હથિયાર ઉપાડવા પણ તૈયાર છીએ. હું બંને ભુજા ઉઠાવીને પ્રણ કરું છું કે આ લોકો નહીં સુધરે તો સનાતન ધર્મના રક્ષણ માટે હું તેમનો વધ કરી નાખીશ.
શું છે સમગ્ર વિવાદ?
આ સમગ્ર વિવાદની શરૂઆતથી વાત કરવામાં આવે તો, છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર બોટાદ સ્થિત સાળંગપુરમાં આવેલા કષ્ટભંજન મંદિરમાં હનુમાનજીની વિરાટ પ્રતિમાની તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે. આ પ્રતિમાની નીચે કેટલાક ભીંતચિત્રો દોરવામાં આવ્યા છે. આ ચિત્રોમાં નીલકંઠવર્ણી (સહજાનંદ સ્વામીનું કિશોરાવસ્થાનું નામ) સમક્ષ હનુમાનજી નમસ્કાર કરતી મુદ્રામાં દેખાઇ રહ્યાં છે.
સંતોનું કહેવું છે કે, આ હનુમાનજીનું અપમાન છે અને સ્વામીનારાયણ સંતોને હનુમાનજી કરતાં મહાન દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જે અયોગ્ય છે. વાયરલ થઇ રહેલા આ ફોટામાં જોઈ શકાય છે કે, ભગવાન હનુમાનજીને સહજાનંદ સ્વામી સામે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં ઉભા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ ચિતરવામાં આવ્યા છે, જે ચિત્રો વાયરલ થતાં લોકોમાં ખુબ આક્રોશ જોવા મળી રહ્યો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube