25 હજાર કિલો રંગથી સાળંગપુર દાદાના રંગે રંગાયા સેકંડો ભાવિકો- તસ્વીરો જોઈ કહેશો ‘ક્યારેય નથી જોયો આવો ભવ્ય રંગોત્સવ’

સાળંગપુર હોળી(Salangpur Holi Celebration): રાજ્યમાં બોટાદ જિલ્લામાં આવેલા બરવાળા ગામથી થોડે જ દુર આવેલ સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજન દેવનું મંદિર આવેલું છે. જ્યાં સાળંગપુરધામમાં હનુમાનજી…

સાળંગપુર હોળી(Salangpur Holi Celebration): રાજ્યમાં બોટાદ જિલ્લામાં આવેલા બરવાળા ગામથી થોડે જ દુર આવેલ સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજન દેવનું મંદિર આવેલું છે. જ્યાં સાળંગપુરધામમાં હનુમાનજી સાક્ષાત વિરાજમાન છે.

આજે ગુજરાત સહિત દેશભરમાં હોળીનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે આજે 25 હજાર કિલો રંગથી સાળંગપુર હનુમાનજી મંદિરમાં હોળી રમવામાં આવી છે. સાળંગપુરમાં વિરાજિત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં અત્યારે ભવ્ય રંગોત્સવ મનાવામાં આવી રહ્યો છે.

સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજીનું આ મંદિર 200 વર્ષ પહેલા બનાવામાં આવ્યું છે. સ્વામિનારાયણ ભગવાનના શિષ્ય ગોપાળાનંદ સ્વામી દ્વારા કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં કષ્ટભંજન દેવની મૂર્તિ બનાવવામાં આવી હતી.

છેલ્લાં 35 વર્ષથી અહિયાં કોઈ જ આયોજન કરવામાં આવતું ન હતું. આ વર્ષે પહેલીવાર સાળંગપુરમાં દાદાના દરબારમાં ધુળેટીની અતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. દાદાના ચરણોમાં 25 હજાર કિલોથી પણ વધારે રંગો અર્પણ કરવામાં આવ્યા હતા. જે સંતો દ્વારા હરિભક્તો પર ઉડાડવામાં આવ્યો હતો.

કષ્ટભંજનદેવ હનુમાનજીના દ્વારે રંગોત્સવ માટે સેંકડો ભક્તો આવ્યા હતા. ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર દ્વારા વિશેષ તૈયારી પણ કરવામાં આવી હતી. આ રંગોત્સવમાં 50000 થી પણ વધારે હરીભક્તો દાદાના રંગે રંગાયા હતાં.

સંતો દ્વારા રંગો આકાશમાં 70 ફૂટ સુધી ઉંચો ઉડાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત, મંદિર પરિસરમાં 25000 થી વધુ અલગ-અલગ ચોકલેટ પણ હરિભક્તો પર ઉડાડવામાં આવી હતી. 3 કિલોથી વધુ રંગથી ભરેલી લોખંડની પાઇપને બ્લાસ્ટ કરીને આ કામ કરવામાં આવ્યું હતું.

આજે દાદાને રંગ અને પિચકારી દ્વારા ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. આજે કષ્ટભંજનદેવ હનુમાનજીના મંદિરમાં સેંકડો ભક્તો પ્રસાદીના રંગે રંગાયા હતા. સાળંગપુરના હનુમાનજી મંદિર દ્વારા રંગોત્સવની વિશેષ તૈયારીઓ કરવામાં આવી હતી. રંગ આકાશમાં 70 ફૂટથી વધુ ઊંચાઈએ ઉડ્યો હતો અને પરિસરમાં સુંદર નજારો જોવા મળ્યો હતો.

દાદા સમક્ષ વિવિધ રંગ, પિચકારી પણ મૂકવામાં આવી હતી. આજરોજ 7 માર્ચને મંગળવારના રોજ સવારે 8 વાગ્યે ભવ્ય રંગોત્સવનો કાર્યક્રમ શરુ કરવામાં આવ્યો હતો. જેમાં 25,000 કિલો ઓર્ગેનિક કલર ભક્તો પર ઉડાડવામાં આવ્યો હતો અને સાથેસાથે 250 કલરના હવામાં બ્લાસ્ટ પણ કરવામાં આવ્યા હતા.

અત્રે ઉલેખનીય છે કે, ભક્તોએ જાય શ્રી રામના નારા લગાવ્યા હતા. સાળંગપુર હનુમાનજી મંદિર ભક્તિ ગીતોથી તરબોળ થઇ ગયું હતું. હનુમાનજીના ભજન પર લોકો ઝૂમી ઉઠ્યા છે. દાદાને હોળી-ધૂળેટીના દિવસે વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો.

હરિપ્રકાશ સ્વામી અને કોઠારી વિવેકસાગર સ્વામી સહિતના સંતો અને 50 હજારથી વધુ ભક્તો એકસાથે દાદાના રંગે રંગાયા. 10 પ્રકારના 25 હજાર કિલો રંગ દાદાને અર્પણ કરાયા, આ ઓર્ગેનિક રંગ ખાસ ઉદયપુરથી મંગાવવામાં આવ્યા હતા.

દાદાને રંગ ધરાવીને ભક્તો પર સંતો દ્વારા છંટકાવ કરવામાં આવ્યા હતા. 60 ઢોલીઓ નાસિક ઢોલના તાલે ધૂમ મચાવી અને ભક્તો હોળી રમ્યા બાદ રાસની રમઝટ બોલાવી- સંતોના સાનિધ્યમાં ભવ્ય રંગોત્સવ ઉજવાયો.

મંદિર પરિસરમાં 70થી 80 ફૂટ ઊંચા કલરના 250 બ્લાસ્ટ ઉપરાંત 100 ફૂટ ઊંચા 120 કંકુના બ્લાસ્ટ કરાયા,તો 5000 કિલો કલરને એર પ્રેશર મશીનથી હવામાં ઉડાવાયો. રંગોની સાથે 1 હજાર કિલો ચોકલેટ પણ ભક્તો પર ઉડાવવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *