જાણો ‘વોર’ અને ‘નરસિમ્હા રેડ્ડી’ આ બે ફિલ્મ માંથી કોણે રચ્યો ઈતિહાસ

આ બુધવારે બે મોટી ફિલ્મો બોક્સ ઓફિસ પર રિલીઝ થઇ, જેમાં બોલીવુડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન અને ચિરંજીવીની ફિલ્મ ‘સઇ રા નરસિમ્હા રેડ્ડી’ અને બોલીવુડ એક્ટર ઋત્વિક રોશન અને ટાઇગર શ્રોફની એક્શન થ્રિલર ‘વોર (war)’ સામેલ છે. આ બંને ફિલ્મોએ પોતાના ઓપનિંગ ડે પર બોક્સ ઓફિસ પર હંગામો મચાવી દીધો, પરંતુ ‘વોર’ પર ‘સઇ રા નરસિમ્હા રેડ્ડી’ ભારે પડી. જી હાં ઓપનિંગ પર ‘સઇ રા નરસિમ્હાએ કમાણીના મામલે ‘વોર’ને પછાડવામાં સફળતા પ્રાપ્ત કરી છે.


ટ્રેડ એનાલિસ્ટ કોમલ નાહતા અનુસાર ‘સઇ રા નરસિન્હા રેડ્ડી’એ પહેલાં દિવસે કુલ 65 કરોડનો બિઝનેસ કરવામાં સફળતા પ્રાપ્ત કરી, જ્યારે ‘વોર’એ બોક્સ ઓફિસ પર પહેલાં દિવસે 53 કરોડની કમાણી કરી છે. આ અનુસાર બંને ફિલ્મોના આંકડાને જોડીએ તો બંનેએ મળીને બોક્સ ઓફિસ પર કુલ 118 કરોડની કમાણી કરવામાં સફળ રહી છે. ફિલ્મ ‘સઇ રા નરસિમ્હા રેડ્ડી’ એક એવો યોદ્ધા ઉય્યાલાવાદા નરસિમ્હા રેડ્ડીની કહાણી છે, જેને અંગ્રેજો વિરૂદ્ધ સૌથી પહેલાં જંગની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન નરસિમ્હા રેડ્ડીના ગુરૂના પાત્રમાં જોવા મળી રહ્યા છે.


તો બીજી તરફ ફિલ્મ ‘વોર’માં ઋત્વિક રોશન અને ટાઇગર શ્રોફ ઉપરાંત વાણી કપૂર, અનુપ્રિયા અને દીપાનિતા શર્મા પણ મહત્વપૂર્ણ પાત્ર ભજવી રહ્યા છે. આ ફિલ્મનું નિર્માણ યશ રાજ ફિલ્મસ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મને હિંદી ઉપરાંત તમિલ અને તેલુગૂ ભાષામાં રિલીઝ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Share your opinion here...
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો.