લિવ ઈનમાં રહેતા યુવકે યુવતીને જીવતી સળગાવી- જાણો ક્યાંની છે આ કમકમાટીભરી ઘટના

Published on: 7:02 pm, Fri, 11 June 21

તાજેતરમાં જ કોલ્લમમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી. અહીં એક 28 વર્ષીય મહિલાને લિવ ઇનમાં રહેતા યુવકે જીવતી સળગાવી દીધી હતી. જેથી યુવતીનું મોત નીપજ્યું હતું. માનવામાં આવી રહ્યું છે કે, સોશિયલ મીડિયા ઉપર વીડિયો રેકોર્ડિંગને લઈને બંને વચ્ચે વિવાદ થયો હતો. મરતા પહેલા અથિરાએ ડોક્ટરો અને સંબંધીઓને જણાવ્યું હતું કે, તેની સાથે રહેતા શનવાસે તેના ઉપર કેરોસીન નાંખીને સળગાવી દીધી હતી.

ત્યારબાદ પોલીસને મૃતકાના અંતિમ નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. છેલ્લા બે વર્ષથી સાથે રહેતા આ યુગલને એક મહિનાનું બાળક પણ હોવાનું સામે આવ્યું છે. અથિરા પહેલાથી પરિણીત છે અને બે બાળકોની માતા છે. આ ઉપરાંત પહેલા લગ્નથી શનવાસને બીજા બે બાળકો પણ છે. જોકે પહેલી પત્ની સાથે છૂટાછેડા લીધા બાદ અથિરા અને શનવાસ એક સાથે રહેતા હતા.

પરિવારજનોએ સ્પષ્ટ કર્યું હતું કે, તેમણે કાયદેસર લગ્ન કર્યા નહોતા. હાલ આંચલ સીઆઈ સૈજૂ નાથના નેતૃત્વમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અથિરા પહેલા ટીકટોકમાં એક્ટીવ હતી. તે સોશિયલ મીડિયા ઉપર પણ વીડિયો બનાવતી હતી. આ ઉપરાંત સ્થાનિક લોકોનું કહેવું છે કે, શનવાસ છાસવારે અથિરાને અન્ય પુરુષો સાથે સંબંધ હોવાની શંકા વ્યક્ત કરીને મારતો હતો.

જોકે, બીજા દિવસે અથિરાની ચીખો સાંભળીને સ્થાનિક લોકો એકઠાં થતાં અને જોયું તો અથિરા આખી આગમાં લપેટાયેલી હતી. ત્યારબાદ સ્થાનિક લોકો દ્વારા અંચલ પોલીસને જાણ કરવામાં આવી હતી. અને અથિરાને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.

આ દરમિયાન હોસ્પિટલના બીછાને પડેલી અથિરાએ અંતિમ શ્વાસ લીધા તે પહેલા ડોક્ટોર અને પોતાના સંબંધીઓને તેના બળવા પાછળનું કારણ જણાવ્યું હતું. અને તેની સાથે રહેતા સેનવાશે તેના ઉપર કેરોસીન છાંટીને આગ લગાડી હોવાની વાત બહાર આવતા તમામ લોકો ચોંકી ઉઠ્યા હતા. જોકે, અંચલ પોલીસ દ્વારા મૃતક મહિલાના અંતિમ નિવેદનના આધારે સેનવાશ સામે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.