યુવતીને ભોગવવી પડી પ્રેમની સજા: પ્રેમજાળમાં ફસાવી પ્રેમીએ પ્રેમિકા સાથે એવું કૃત્ય કર્યું કે, સમગ્ર ઘટના જાણીને…

Published on: 7:00 pm, Thu, 2 September 21

છતીસગઢ: રાયપુરના ખરોરા પોલીસ સ્ટેશનમાંથી એક ઘટના સામે આવી છે છે. જ્યાં એક યુવકે તેની પ્રેમિકાનું તીક્ષ્ણ હથિયાર વડે ગળું કાપીને હત્યા કરી હતી. ત્યારબાદ, તે જ હથિયારથી તેણે પોતાની ગરદન પર પણ પ્રહાર કરીને લોહીલુહાણ હાલતમાં પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.

ત્યારબાદ પોલીસે આરોપી યુવકને મેકાહારા હોસ્પીટલમાં દાખલ કર્યો છે, તબીબો તેની હાલત નાજુક બતાવી રહ્યા છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, બંને વચ્ચે વિવાદ થયા હોવાના કારણે યુવકે આવું પગલું ભર્યું હતું. મળતી માહિતી અનુસાર, વોર્ડ નંબર 4 માં રહેતા 24 વર્ષીય શિવમ અને 22 વર્ષીય રાનુ સૂર્યવંશી વચ્ચે પ્રેમસંબંધ હતો. રાનુ કપડાની દુકાનમાં કામ કરતી હતી.

સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે, શિવમે બુધવારે રાનુને પથરા કુંડીના મોટી નદી પાસે મળવા માટે બોલાવી હતી. ત્યાંથી બંને જંગલ તરફ ગયા અને થોડા સમય પછી શિવમે તીક્ષ્ણ હથિયાર વડે રાનુના ગળા પર ઘા કર્યો હતો. ગળું કપાવાના કારણે રાનુનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

ત્યારબાદ, શિવમે એ જ તીક્ષ્ણ હથિયારથી તેની ગરદન પર પણ પ્રહાર કર્યો હતો. પછી તે લોહીલુહાણ હાલતમાં પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. જ્યાં તેણે પોલીસને જાણ કરી કે તેણે તેની પ્રેમિકાની હત્યા કરી છે. આ પછી, તે પોલીસ સ્ટેશનમાં જ ઢળી પડી પડ્યો હતો.

તેની ગંભીર હાલત જોઈને પોલીસે તેને હોસ્પિટલ મોકલી આપ્યો. તે જ સમયે, ધટના સ્થળ પર પોલીસ ટીમ મોકલી હતી. જ્યાં પોલીસને પ્રેમિકાનો મૃતદેહ મળી આવ્યો હતો. તેને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.